જુદા જુદા જૂથોને એક મંચ પર લાવવાના પ્રયાસો શરૂ કરતી પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં આગામી દિવસોમાં ફેરફારો થાય એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે પ્રદેશ કક્ષાએ પ્રવર્તમાન વિવિધ જૂથોને એક જ મંચ પર લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ વાતાવરણ સુધરે એવા પ્રયાસો થઈ રહ્યા છે. તેના માટેે નવા પ્રદેેશ પ્રમુખ જગદીશ ઠાકોરે શરૂઆત કરી દીધી હોવાનું કહેવાય છે.
નવા પ્રદેશ પ્રમુખે સૌને સાથે રાખીને આગળ વધવાનુૃ મન મનાવી લીધુ છે. તાજેતરમાં જ અમદાવાદ શહેર કોંગ્રેસના વિવિધ જૂથોના આગેવાનો સાથે બેઠક યોજીને નવા પ્રદેશ પ્રમુખે આ દિશા તરફ આગળ વધવાના સંકેત આપી દીધાનું જણાઈ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં જૂથવાદ પ્રવર્તી રહ્યો છે, એ નવી વાત નથી. અગાઉના સમયમાં આ જૂથવાદ સપાટી પર આવેલો જાેવા મળ્યો હતો કોઈપણ નવા પ્રદેશ પ્રમુખ માટે બહારના પડકાર કરતા પક્ષની અંદર રહેલો જૂથવાદ મોટો પડકાર સાબિત થયો હોય એવા ચિત્રો જાેવા મળતા હતા. જાે કે કોંગ્રેસમાં સંપૂર્ણ લોકશાહી પ્રવર્તી રહી છે તેમ કોંગી આગેવાનો આ મુદ્દે જણાવતા હતા. પરંતુ નવા પ્રદેશ પ્રમુખે પાણી પહેલા પાળ બાંધવાની નીતિ-અખત્યાર કરી છે.
જાણવામાં આવ્યા અનુસાર તેમણે આદેશ કર્યો છે કે કોંગ્રેસમાં જેટલા ફ્રંટલ ઓર્ગેનાઈઝેશન છે એના વડાઓનેે તાલુકા-જીલ્લા કે પ્રદેશ કક્ષાએ યોજાતા કાર્યક્રમમાં ‘સ્ટેજ પર સ્થાન આપવુ. આ વાત ભલે સામાન્ય લાગતી હોયે. પરંતુ આ આદેશને કારણેે ફંટલ ઓર્ગેનાઈઝેશનના મોભીઓને પણ માન-સન્માન મળશે.
પ્રદેશ પ્રમુખે આ વાત કરીન એક સકારાત્મક વાતાવરણ ઉભુ કરવાના પ્રયાસો કર્યા હોવાનું કાર્યકરો કહી રહ્યા છે.
નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સરળ સ્વભાવના હોવાની સાથે ડાઉન ટુ અર્થ ચાલનારા વ્યક્તિ છે. તેમ તેમને ઓળખતા આગેવાનો-કાર્યકરો જણાવી રહ્યા છે. તેથી તેમણે કોંંગ્રેસમાં રહેલા જુદા જુદા જૂથોના આગેવાનોનેે મતભેદ ભૂલીન એક સ્ટેેજ પર લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.