Western Times News

Gujarati News

જુનથી સપ્ટેમ્બર સુધી ૧૮,૦૦૦ ટન કોરોનાનો કચરો પેદા થયો

Files Photo

નવીદિલ્હી: ભારતમાં ગત ચાર મહીનામાં ૧૮,૦૦૬ ટન કોવિડ ૧૯ બાયોમેડિકલ કચરો પેદા થયો અને તેમાં મહારાષ્ટ્રનું યોગદાન સૌથી વધારે રહ્યું જે ૩,૫૮૭ ટન છે.આ માહિતી કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના આંકડાથી મળે છે ફકત સપ્ટેમ્બર મહીનામાં જ દેશભરમાંથી લગભગ ૫,૫૦૦ ટન કોવિડ ૧૯ કટરો પેદા થયો જે કોઇ એક મહીનામાં સૌથી વધુ છે.

રાજય પ્રદુષણ નિયંત્રણ બોર્ડથી મળેલા આંકડા અનુસાર જુનથી તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૮,,૦૦૬ ટન કોરોના વાયરસ સંબંધી બાયોમેડિકલ કચરો પેદા થયો છે તેનું નિસ્તારણ ૧૯૮ એકમો દ્વારા કરવામાં આવી રહ્યું છે કોવિડ ૧૯ કચરામાં પીપીઇ કિટ,માસ્ક જુતા કવર ગલબ્સ રકતથી દુષિત વસ્તુઓ, બ્લેડ બેગ સોય સીરિંજ વગેરે સામેલ છે.

આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં જુનથી ચાર મહીનામાં ૩,૫૮૭ ટન કચરો પેદા થયો જયારે તમિલનાડુમાં ૧,૭૩૭ ટન ગુજરાતમાં ૧,૬૩૮ ટન,કેરલમાં ૧,૫૧૬ ટન ઉત્તરપ્રદેશમાં ૧,૪૧૬ ટન દિલ્હીમાં ૧,૪૦૦ ટન કર્ણાટકમાં ૧,૩૮૦ ટન અને પશ્ચિમ બંગાળમાં ૧,૦૦૦ ટન કચરો પેદા થયો

સપ્ટેમ્બરમાં લગભગ ૫,૪૯૦ ટન કચરોે પેદા થયો આ દરમિયાન સૌથી વધુ ૬૨૨ ટન કચરો ગુજરાતમાં પેદા થયો. ત્યારબાદ તમિલનાડુમાં ૫૪૩, મહારાષ્ટ્રમાં ૫૨૪ ઉત્તરપ્રદેશમાં ૫૦૭ ટન અને કેરલમાં ૪૯૪ ટન કચરો પેદા થયો સીઆરપીબી આંકડા અનુસાર સપ્ટેમ્બર મહીનામાં દિલ્હીમાં ૩૮૨ ટન કચરો પેદા થયો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.