જુનાગઢમાં આર્થિક તંગીથી કંટાળી યુવકનો આપઘાત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/sucide-scaled.jpg)
Files Photo
જૂનાગઢ, એક તરફ સમગ્ર રાજ્ય ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવમાં મગ્ન હતું ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં રહેતા એક લાચાર પિતાએ આઠમી રાતે જિંદગીનો અંત આણી દીધો. તહેવારના માહોલની વચ્ચે જૂનાગઢના માંગરોળમાં આપઘાતની ઘટના સામે આવી. અહીંયા બે સંતાનોનાના પિતાએ આર્થિક સમસ્યાના કારણે આપઘાત કર્યો.
આ કરૂણ ઘટના જાણીને રૂવાંડા એટલા માટે ઉભા થઈ જાય કારણ કે આ લાચાર પિતા પોતાના માસુમ બાળકોને વાલ્વની બીમારીની સારવાર કરાવવા માટે અસમર્થ હતો અને તેણે અંતે જિંદગી ટૂંકાવી નાખી. ગઈકાલે રાતે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. બનાવની વિગતો એવી છે કે ગઈકાલે રાતે માંગરોળના શાપુર રોડ પાસે રહેતા અનિલ દેવાણી ઉં.વ. ૩૦ નામના યુવકે ગળેફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો.
અનિલ દેવાણીને સંતાનમાં ૬. વર્ષની ઉંમરનો પુત્ર અને ૧૦ વર્ષની ઉંમરની પુત્રી છે. પોલીસના જણાવ્યા મુજબ આ બંને બાળકોને હ્યદના વાલ્વની બીમારી હતી. અનિલ દેવાણી છૂટક મજૂરી કરી અને પેટિયું રળતો હતો અને આર્થિરત રીતે અસક્ષમ હોવાથી પોતાના વ્લસોયા બાળકોની સારવાર કરાવી શકે તેમ નહોતો અને તેના કારણે તેમે આપઘઆત કરી લીધી હોવાની ચોંકાવનારકી વિગતો સામે આવી છે. ઘરમાં તેણે ગળેફાંસો ખાઈ લેતા ૧૦૮ના મારફતે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં ફરજ પરના તબીબોએ આ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.
આમ કૃષ્ણ જન્મોત્સવના પાવન અવસરે બે બાળકોએ પિતા અને એક મહિલાએ પતિની છાયા ગુમાવી છે. વિધિની વક્રતા એવી છે કે એક ગરીબ બાપ જેની પાસે સંતાનોની સારવારના પૈસા નહોતા તેણે આપઘાત કરીને પોતાની જિંદગી ટૂંકાવી છે. ડિપ્રેશનથી લઈ અને સામાજિક અને વ્યક્તિગત રીતે લોકો હતાશ નિરાશ થઈને જિંદગી ટૂંકાવી લેવાનું નક્કી કરી લેતા હોય છે. ભારતમાં વર્ષ ૨૦૧૯ના એક આંકડા મુજબ દર વર્ષે ૨.૩૦ લાખ આપઘાત થઈ રહ્યા છે ત્યારે વર્ષ ૧૫-૩૯ની ઉંમરના લોકોમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે.
આ સ્થિતમાં ગુજરાતમાં ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ જીવીકે ઈએમઆરઆઈના સંયુક્ત ઉપક્રમે આપઘાત હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જાે કોઈને આ પ્રકારના વિચારો આવે તો તેમે ગભરાયા વગર તાત્કાલિક ૧૦૪ પર ફોન કરવો જાેઈએ. આ હેલ્પલાઇન પરથી ડિપ્રેશનની સમસ્યાનું પણ માર્ગદર્શન આપવામં આવે છે અને તે ૨૪/૭ કાર્યરત છે.SSS