જુનાગઢ: વિસાવદર પાસે બસ અકસ્માત, 4ના મોત
જુનાગઢ, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થતો જાય છે. વાહન ચાલકની એક નજીવી ભૂલ અનેક લોકોના મોતનું કારણ બની જાય છે. આવી જ વધુ એક અકસ્માતની ઘટના જુનાગઢથી સામે આવી છે. જેમાં એક ખાનગી બસને અકસ્માત નડ્યો છે. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના વિસાવદર નજીક એક ખાનગી બસ અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમાંથી બે લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહ્યું છે.
આ અકસ્માત વિસાવદર ધારી રોડ પર વિસાવદરથી 15 કિમી દૂર લાલપુર પાસે સર્જાયો હતો. અકસ્માતની જાણ પોલીસને થથા બચાવ ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, ઘાયલોને તત્કાલિન સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો તે મુદ્દે પોલીસને મળેલી પ્રાથમિક પુછપરછ મુજબ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હોવાનું જામવા મળી રહ્યું છે, બસમાં મુસાફરની કેપિસીટી કરતા વધારે મુસાફરો બેસાડવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. બસમાં લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.