Western Times News

Gujarati News

જુલાઇ મહીનામાં ૧૫ દિવસ બેંકોમાં કામકાજ થશે નહીં

Files Photo

નવીદિલ્હી: જુલાઈ મહિનામાં જાે તમારે બેંકમાં કોઈ કામ છે તો તમારે એ જાણવું જરૂરી છે આ મહિને બેંક કેટલા દિવસ બંધ રહેશે. જુલાઈમાં બેંક કુલ ૧૫ દિવસ બંધ રહેશે. ૨૧ જુલાઈએ બકરી ઈદના કારણે બેંક બંધ રહેશે. તે સિવાય આ મહિને ૪ રવિવાર અને ૨ શનિવારના રોજ પણ બેંક બંધ રહેશે.

જુલાઈમાં જે દિવસે બેંક બંધ રહેશે તેમાં ૪ રવિવાર, ૧૦ શનિવાર,૧૧ રવિવાર,૧૨ સોમવાર- રથયાત્રા,૧૩ કોભાનુ જયંતી ( જમ્મુ કાશ્મીર-સિક્કિમ), ૧૪ દ્રુકપા ટીસેચી ( ગંગટોક),૧૬ હરેલા તહેવાર (દહેરાદૂન),૧૭ ખર્ચી પૂજા (મેઘાલય),૧૮ રવિવાર, ૧૯ ગુરુ રીનપોચે થુંગા કાર (ગંગટોક),૨૦ બકરી ઈદ ( જમ્મુ –કોચી),૨૧ બકરી ઈદ (ઈદ-ઉલ-અજહા),૨૪ શનિવાર,૨૫ રવિવાર ૩૧ કેર પૂજાનો સમાવેશ થાય છે.

જુલાઈ મહિનામાં આ વર્ષે બેંકોમાં કુલ મળીને ૯ જેટલી રજાઓ છે. જેમાં કેટલીક એકસરખી રજાઓ છે જેમાં સમગ્ર દેશમાં બેંકો એક સાથે બંધ રહેશે. તે ઉપરાંત અમુક રાજ્યો અનુસાર રજા હશે. આ સિવાય ૬ દિવસ શનિવાર રવિવાર બેંક બંધ રહેશે. જેને લીધે જૂલાઈ મહિનામાં લગભગ ૧૫ દિવસ બેંકો બંધ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.