Western Times News

Gujarati News

જુલાઈના પ્રારંભે જ રાજ્યમાં કોરોના બેકાબૂ બનતા ચિંતા

Files Photo

ગાંધીનગર: જુલાઈ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. આંકડા પર નજર કરવામાં આવે તો છેલ્લા ૧૦ દિવસથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૬૦૦ને પાર થઈ રહી છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી એટલે કે ચોથી જુલાઈથી છઠ્ઠી જુલાઈના આંકડા જાવામાં આવે તો તેમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૭૦૦ને પાર થઈ રહી છે. છઠ્ઠી જુલાઈના રોજ રાજ્યમાં કોરોનાનાં સૌથી વધારે ૭૩૫ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ રીતે જા ગણતરી કરવામાં આવે તો રાજ્યમાં દર કલાકે ૩૦થી વધારે નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ મોતનો આંકડો ચોક્કસ ઓછો થયો છે પરંતુ પોઝિટિવ કેસની સંખ્યામાં થઈ રહેલા વધારાએ તંત્રની ચિંતા વધારી છે.

છેલ્લા ૧૦ દિવસની વાત કરવામાં આવે તો કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો નોંધાયો છે. ૩૦મી જૂન સુધી કોરોના વાયરસના કેસ ૬૦૦ની આસપાસ રહેતા હતા. જે જુલાઈ મહિનો શરૂ થતાં જ કોરોનાને કેસ ૭૦૦ની આસપાસ આવી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસના કુલ કેસ ૭૦૦થી વધારે આવી રહ્યા છે.

સાથે જ છેલ્લા ત્રણ દિવસથી અમદાવામાં કુલ પોઝિટિવ કેસ ૨૦૦થી નીચે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો અત્યાર સુધી (છઠ્ઠી જુલાઈ, ૨૦૨૦ની સ્થિતિ ) કુલ ૩૬,૮૫૮ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી ૧,૯૬૨ લોકોનાં મોત થયા છે જ્યારે ૨૬,૩૨૫ લોકો સાજા થયા છે. જેમાં સૌથી વધારો ૧,૪૯૧ લોકોનાં મોત અમદાવાદ જિલ્લામાં થયા છે. અમદાવાદ બાદ સુરતમાં ૧૮૬ અને વડોદરામાં ૫૧ લોકોનાં મોત થયા છે. તાપી અને ડાંગ જિલ્લામાં કોરોનાને કારણે અત્યાર સુધી કોઈ દર્દીનું મોત નથી થયું. અત્યારે સુધી ડાંગ જિલ્લામાં કોરોનાનાં સૌથી ઓછા ચાર કેસ સામે આવ્યા છે.

છેલ્લા થોડા દિવસોમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તરફથી છેલ્લા કેટલાક દિસવથી ટેસ્ટિંગનું  પ્રમાણ વધારવામાં આવ્યું છે. છતાં કેસ ઘટી રહ્યા હોવાનો સીધો મતલબ એવો છે કે શહેરમાં કોરોના હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો છે. જુલાઈના ૬ દિવસમાંથી ૪ દિવસ કેસ ૨૦૦થી નીચે રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં મૃત્યુનો આંક પણ ઘટીને ૭ થયો છે.

૬ જુલાઈના ગુજરાતમાં ૭૩૫ નવા કેસ ઃ છ જુલાઈના રોજ પુરા થતાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૩૫ નવા કેસ નોંધાયા છે, સાથે ૧૭ દર્દીનાં મોત થયા છે. આ રાજ્યમાંથી ૪૨૩ દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. રાજ્યમાં છેલ્લા ૨૧ કલાક દરમિયાન નોંધાયેલા કેસમાં સુરત શહેરમાં ૨૦૧, અમદાવાદ શહેરમાં ૧૬૮, વડોદરા શહેરમાં ૫૫, સુરત જિલ્લામાં ૪૦, ભાવનગર શહેરમાં ૨૬, બનાસકાંઠામાં ૨૪, ભરૂચમાં ૧૮, રાજકોટ શહેરમાં ૧૪, ગાંધીનગરમાં ૧૩, વલસાડમાં ૧૩, મહેસાણામાં ૧૨, કચ્છમાં ૧૧, વડોદરામાં ૧૦, જૂનાગઢમાં શહેરમાં ૯, ખેડામાં ૯, ભાવનગરમાં ૯, પંચમહાલમાં ૮, સાંબરકાંઠામાં ૮, નવસારીમાં ૮, અમરેલીમાં ૭, રાજકોટમાં ૭, જૂનાગઢમાં ૬, જામનગર શહેરમાં ૫, સુરેન્દ્રનગરમાં ૫, ગાંધીનગર શહેરમાં ૪, મોરબીમાં ૪, તાપીમાં ૪, પાટણમાં ૪, છોટા ઉદેપુરમાં ૩, અરવલ્લીમાં ૨, મહીસાગરમાં ૨, બોટાદમાં ૨, ગીર સોમનાથમાં ૨, જામનગરમાં ૨, આણંદમાં ૧ મળીને કુલ ૭૩૫ કેસ નોંધાયા છે.

રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના પોઝીટીવનો આંકડો ૭૦૦ ને પાર નોંધાયો છે.રાજ્યમાં ૭૩૬૬ કોરોનાના ટેસ્ટ કરવામાં આવતા ૭૭૮ પોઝીટીવ કોરોનાના કેસ નોંધાયા હતાં.આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૩૭ હજારને પાર થઇ ૩૭૬૩૬ નોંધાયો છે.રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૭ કોરોનાના દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૯૭૯ થયો છે.રાજ્યમાં આજે ૪૨૧ દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.અત્યાર સુધીમાં ૨૬૭૪૪ દર્દીઓ આ સાથે સારવાર લઇ કોરોના મુક્ત થયા છે.વેન્ટીલેટર પર અને ૮૯૧૩ એક્ટીવ કેસ આજની સ્થિતિ એ છે.રાજ્યમાં સતત કોરોના પોઝીટીવના કેસ રેર્કોડ બ્રેક કરી રહ્યાં છે.તા.૬ એ ૭૩૫ અને આજે ૭૭૮ કેસ કોરોના પોઝીટીવના નોંધાયા છે.

તે રાજ્યમાં દિન પ્રતિદિન સંક્રમણ વધી રહ્યા હોવાનો અને નજીકના ભવિષ્યમાં ૮૦૦ નો આંકડો કુદાવશે તેવી ભીતી સેવાઇ રહી છે.રાજ્યમાં આજે અમદાવાદ કોર્પાેરેશનમાં ૪ અને અમદાવાદમાં ૧, સુરત કોર્પોરેશનમાં ૩, દેવભૂમિ દ્ધારકા, બનાસકાંઠા, મોરબી, પાટણ, ખેડા, રાજકોટ અને ગાંધીનગરમાં ૧ અને જામનગર કોર્પોરેશનમાં ૨ મોત સાથે ૧૭ મોત કોરોનાને લીધે ૨૪ કલાકમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૭૨ અને ગામ્યમાં ૧૫ સાથે કુલ ૧૮૭ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાથી કુલ સંક્રમિતનો આંકડો  ૨૨૨૬૨ થયો છે.

આજે વધુ મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૪૯૬ થયો છે. સુરત શહેરમાં આજે ૨૦૪ અને ગ્રામ્યમાં ૪૫ સાથે કુલ ૨૪૯ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાથી કુલ સંક્રમિતનો આંકડો ૬૪૫૮ થયો છે. સુરતમાં આજે વધુ ૩ મોત સાથે મૃત્યુઆંક ૧૯૧ પર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં નોંધપાત્ર રીતે કેસ વધીને હવે ૬૦ને પાર થવા માંડ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.