જુહાપુરાનો કહેવાતો બિલ્ડર અને નામચીન ગુંડો નઝીર વોરા ઝડપાયો
અમદાવાદ, શહેરના જુહાપુરાનો માત્ર કહેવાતો બિલ્ડર અને નામચીન ગુંડો નઝીર વોરા આખરે કાયદાના ગાળીયાથી બચી ન શક્યો. લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફરાર થયા બાદ કોર્ટમાં આત્મસમર્પણ કરતા પોલીસે તેની પત્ની સાથે ધરપકડ કરી છે. સાસુમા ના ત્યાં છુપાયેલો નઝીર ૧૯૯૪ ની સાલથી ૨૬થી વધુ ગુના આચરી ચુક્યો હોવાનું પોલીસ અધિકારી જણાવી રહ્યા છે.
આરોપી અત્યારસુધી ખેડા પાસે તેની સાસુના ઘરે છુપાયો હોવાનું પોલીસને જણાવે છે જાેકે પોલીસને તેની આ વાત ગળે ન ઉતરતા તેને કોર્ટમાં રજૂ કરી નઝીર અને તેની પત્નીના રિમાન્ડની માંગણી કરાશે. નઝીર વોરા અનેક ગુના આચરી ચુક્યો છે. કોઈ વ્યક્તિ જુહાપુરામાં જાય અને નઝીર વોરાની મિલકતો ન જાેવા મળે એવું બંને જ નહીં. નઝીર વોરાને પોલીસ બિલ્ડર, લેન્ડ માફિયા, ગુંડા તરીકે પણ ઓળખે છે. નઝીર હાલ સારા વેશમાં ભલે દેખાતો હોય પણ તેની કુંડળી ગુનાઓથી ભરેલી છે. તાજેતરમાં નઝીર વોરાએ જુહાપુરા માં અનેક ગેરકાયદે બાંધકામ કર્યા હતા.
સરકારી જમીનો પર દબાણ કરી મિલકતો ઉભી કરી લોકોને ભાડે આપી લાખોની કમાણી શરૂ કરી હતી. જે બાબતે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાતા નઝીર વોરા પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. કોર્ટે વોરન્ટ કાઢતા તે હાજર થયો અને વેજલપુર પોલીસે તેની ધરપકડ કરી છે.
આરોપી નઝીર ની ધરપકડ બાદ એમ ડિવિઝન એસીપી વિનાયક પટેલએ જણાવ્યું કે વર્ષ ૧૯૯૪ થી નઝીર વોરાએ ગુનાઓ આચરવાનું શરૂ કર્યું હતું અને માત્ર વેજલપુર પોલીસસ્ટેશન માં જ ૨૬થી વધુ ગુના નોંધાયા છે. જુહાપુરામાં તેનો આતંક છે. નઝીર બિલ્ડર હોવાનું કહીં લોકોની જમીનો અને મિલકતો પચાવી પાડવાનું કામ કરે છે. પહેલા તે પોલીસ અધિકારીઓ સાથે સાંઠ ગાંઠ ધરાવતો પણ કડક અધિકારીઓ આવતા નઝીર વોરાનું ન ચાલ્યું. ધમકી, ખંડણી, હત્યાની કોશિશ, મિલકતો પચાવી પાડવી જેવા અનેક ગુના તેના પર નોંધાયા છે.
નઝીર નામચીન ગુંડા તરીકે ઓળખાય છે.ખોટી ફરિયાદો પણ અગાઉ નોંધાવી હતી નઝીર વોરાએ અને જમીનો પચાવી પાડવાનું કામ નઝીર એ શરૂ કર્યું હતું. અનેક ગેરકાયદે બાંધકામ ઉભા કર્યા હતા બાદમાં તાજેતરમાં એ.એમ.સી અને પોલીસે સાથે મળી નઝીરની અનેક ગેરકાયદે મિલકતો તોડી પાડી હતી.
ઝોન ૭ ડીસીપી પ્રેમસુખ ડેલુ એ નઝીરની ફાઇલ હાથ પર લેતા જ તેના ઘર અને ફાર્મહાઉસ પર રેડ કરતા વીજ ચોરી પકડાઈ હતી. આટલા ગુના તો ભાગ્યે જ કોઈ શખ્સ પર નોંધાયેલા હશે. પણ આ હકીકત છે અને માત્ર વેજલપુર પોલીસસ્ટેશન માં જ નઝીર વોરા સામે અલગ અલગ પ્રકારના ૨૬થી વધુ ગુના નોંધાયા છે. વર્ષ ૧૯૯૪થી તેને ગુનાની દુનિયામાં પગ મૂક્યો અને બાદમાં તે નઝીર ભાઈ તરીકે ઓળખાવા લાગ્યો હતો. વચ્ચે તો તેના જ માણસો દુશમનો બની જતા તેઓને ફસાવવા ખોટી ફરિયાદો નઝીર કરતો હોવાનું પણ પોલીસ જણાવી રહી છે. બે વખત નઝીર સજા પણ કાપી ચુક્યો છે.
જાેકે એ વાત નક્કી છે કે કેટલાય એવા લોકો છે જે નઝીર સામે ફરિયાદ નથી કરતા. આવા લોકો ફરિયાદ કરવાનું વિચારે તો નઝીર ધમકી આપે, પોલીસ સાથે સેટિંગ કરતો અથવા પૈસા આપીને મામલો પતાવી દેતો હતો. જાેકે અનેક વર્ષથી નઝીર નું અસ્તિત્વ જાણે ખતમ થવા આવ્યું અને હવે જેલની હવા ખાવા માટે તેને તૈયાર રહેવું પડશે તેવું પોલીસ માની રહી છે.
લેન્ડ ગ્રેબિંગ ના કેસમાં પોલીસે નઝીર ને તેની પત્ની સાથે તો પકડ્યો પણ તે ખેડા પાસેના સાસુમા ના ઘરે રોકાયો હોવાનું જુઠ્ઠાણું ચલાવે છે. પોલીસે અગાઉ તપાસ કરી ત્યારે તે ત્યાં ન હતો જેથી તે ક્યાં રોકાયો આજે કેસ સબંધિત તપાસ માટે દંપતીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી કાર્યવાહી હાથ ધરાશે.