જુહાપુરામાંથી ઈસમ ૩ પિસ્તોલ તથા ૨૩ કાર્ટીઝ સાથે ઝડપાયો
(પ્રતિનિધિ)અમદાવાદ, સરસપુરમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરી ૬૦થી વધુ ગુના દાખલ કરી તલવારો, પાઈપો, છરીઓ જેવા હથિયારો કબ્જે કર્યા હતા. ત્યાં જ જુહાપુરામાંથી પણ એક ઈસમની અટક કરીને શહેર ક્રાઈમ બ્રાંચે ૩ પિસ્તોલ તથા ૨૩ કાર્ટીઝો જપ્ત કરી છે. મોહમંદ સાજીદ ઉર્ફે લાલો શેખ (૩૪)ને બાતમીને આધારે ઝડપી લેવાયો હતો.
પૂછપરછમાં તેણે પોતાને અઝહર કીટલી સાથે અદાવત ચાલતી હોવાથી વર્ષ ૨૦૧૭માં ઉત્તરપ્રદેશનાં બદાયુ જીલ્લામાંથી બબલુ નામના શખ્સ પાસેથી ખરીદી લાવ્યો હોવાનું કહ્યું હતું. સાજીદ અગાઉ ખૂન, હથિયાર અને તેની જ પત્નીનાં આપઘાતનાં કેસમાં પકડાયેલો છે તથા પાસામાં પણ જઈ આવેલો છે.