જુહાપુરામાંથી નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ
ર શખ્સોની અટક – નકલી ડ્રાઈવીંગ લાયસન્સ તથા મશીનરી સહીત અન્ય સામગ્રી મળી આવી
(પ્રતિનિધિ) અમદાવાદ, ક્રાઈમબ્રાંચની એક ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શખ્સને બાતમીને આધારે નકલી ડ્રાઈવીંગ લાયસન્સ સાથે ઝડપી લીધો હતો જેની તપાસ કરતા છેડા જુહાપુરાના શખ્સ સુધી પહોંચ્યા હતા અને ૧૯ નકલી લાયસન્સ સહીત અન્ય દસ્તાવેજાે અને મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે ક્રાઈમબ્રાંચના પીઆઈ જે.એન. ચાવડા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે જમાલપુર સમીર કોમ્પલેક્ષમાંથી અફસરુલ નુરૂલઈસ્લામ શેખ (રપ) નામના શખ્સને નકલી ડ્રાઈવીંગ લાયસન્સ સાથે ઝડપી લીધો હતો અને તેની પુછપરછ કરતા અફસરુલે ફતેવાડી, સાવન ડુપ્લેક્ષમાં રહેતા મારુફમુલ્લા રહેમતમુલ્લા પાસે આ લાયસન્સ બનાવડાવ્યાનું કબુલ્યું હતું.
જેના આધારે ફતેવાડીમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડીને ર૧ વર્ષીય મારૂફને ઝડપી લીધો હતો અને મકાનની તપાસ કરતા ૧૯ નકલી લાયસન્સ, આધારકાર્ડ, લાયસન્સ બનાવવાના કોરા કાર્ડ, તથા મશીનો સહીત ૮ર હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
મારૂફ ટુ વ્હીલર માટે રપ૦૦ તથા ૩ ફોર વ્હીલર માટે પ૦૦૦ રૂપિયા લેતો હતો તેણે કેટલા લાયસન્સ બનાવ્યા છે અને અન્ય કોણ તેની સાથે સંડોવાયેલુ છેતે દિશામાં હવે તપાસ શરૂ કરાઈ છે.