જુહાપુરામાંથી ૧૫૦ કિલો ગૌમાંસ સાથે ચાર શખ્શોની અટક
અમદાવાદ : રાજ્યમાં ગૌમાંસ ઉપર પ્રતિબંધ હોવા છતાં નિર્દોષ મુંગા પશુઓની કતલ કરી ગૌમાંસ વેચતી ટોળકીને પોલીસે ઝડપી લઈ આશરે ૧૫૦ કિલો ગૌમાંસ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વેજલપુર પોલીસ સ્ટેશનો સ્ટાફ ગત સવારે શકાંસ્પદ વાહનોની તપાસ કરી રહ્યો હતો ત્યારે એક રીક્ષા શકાસ્પદ જણાતાં તેમણે રીક્ષા રોકીને તપાસ કરી હતી જેને પગલે કોથળામાથી મોટા જથ્થામા માસ મળી આવ્યુ હતુ પોલીસે રીક્ષા ડ્રાઈવર સહીત યાશીકઅલી ઉર્ફે પ્યાજ જુહાપુરા ર અલીલ કુરેશઈ સંકલીતનગર ઉપરાંત ઈકબાલ આરણી અને ફરજાન ઈકબાલ નામના બે ભાઈઓની ધરપકડ કરી હતી બાદમા પીએસએલ મા તપાસ કરાવતા માંસનો જથ્થો ગૌમાંસ હોવાનુ સામે આવ્યુ હતુ ૧૫૦ કિલો જેટલો પ્રતિબંધીત માસ ઝડપાતા પોલીસ પણ ચોકી ઉઠી હતી અને તાત્કાલીક ત્રણેયને ઝડપીને આગળની કાર્યવાહી આરંભી છે.
ઉપરાંત પ્રતિબંધી ગૌમાંસનો જથ્થો કાયાથી લાવ્યા તથા ક્યા લઈ જવાના હતા તે દિશામા પોલીસે તપાસ હાથ ધરી છે મુખ્ય સુત્રધાર ખલીલ કુરેશી હોવાનુ પ્રાથમિક તપાસમા બહાર આવ્યુ છે.