જુહાપુરામાં કોરોનાથી ૨૪ કલાકમાં વધુ બેના મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૪
અમદાવાદ: અમદાવાદના જુહાપુરામાં કોરોનાએ ફરીથી આતંક દેખાડવાનું શરૂ કર્યું છે. જેના કારણે ગયા વર્ષના એપ્રિલ મેં માસ દરમિયાનની જે પરિસ્થતિ જુહાપુરામાં સર્જાઈ હતી તેવી જ પરિસ્થતિ હવે પાછી જુહાપુરામાં સર્જાવા જઈ રહી છે.
ગઈ કાલ સુધીમાં જુહાપુરાનો એપ્રિલ માસનો મૃત્યુઆંક ૧૨ સુધી પહોંચ્યો હતો ,જે હવે વધીને ૧૪ ઉપર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ વધુ બે લોકોના મોત નીપજી જતા જુહાપુરાના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયું છે.
એપ્રિલ માસમાં ૧૪ જેટલા લોકોને ગુમાવનારા તેમના પરિવારજનોમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમની આંખોમાં આંસુ અત્યારે સરી તો રહ્યા છે જ જાેડે તેઓ કોરોનાં મહામારીથી ખુબજ ભયભીત બની ગયા છે.
તેઓ હવે માની રહ્યા છે કે કોરોના મહામારી ખરેખર રીતે અસ્તિત્વમાં છે અને એટલીજ જીવલેણ પણ છે. અને જે લોકો અત્યારે જુહાપુરાના માર્ગો ઉપર સરકારી ગાઈડ લાઇનનું પાલન નથી કરી રહ્યા છે તેવા લોકોને પણ કોરોનાથી સાવચેતી રાખવા માટે ખુબજ નમ્ર અપીલ કરી રહ્યા છે.