જુહાપુરામાં ગંદા મેસેજ કરનાર શખ્સને સમજાવવા જતાં તેણે સાગરીતો સાથે હુમલો કર્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જુહાપુરામાં રહેતી સગીર બાળકીનાં ફોન પર ગંદા મેસેજ આવતાં તેણે માતાને ફરીયાદ કરી હતી. આ અંગે માતા તેની બે પુત્રી તથા પુત્ર સાથે મેસેજ મોકલનાર શખ્સને ઠપકો આપવા જતાં તે શખ્સ અને તેનાં સાથીદારોએ આ તમામ પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. ઉપરાંત સગીરાની માતા સાથે અડપલા કરતાં વેજલપુર પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સેટેલાઈટની એક શાળામાં ભણતી ૧૩ વર્ષીય બાળકીને ફોન પર બિભત્સ મેસેજ આવતાં હતા. જેથી તેણે પોતાની માતાને આ અંગે વાત કરતાં સગીરાનાં ભાઈએ મેસેજ કરનારને શખ્સને ઓળખી લીધો હતો. બાદમાં સગીરા પોતાની માતા ભાઈ અને બાવીસવર્ષીય મોટી બહેન સાથે મેસેજ મોકલનાર શખ્સ સલીમ ઠાકુરનાં ઘરે સાહાબ પાર્ક ખાતે જવા નીકળ્યા હતા. જયાં સલીમ સોસાયટીના બહાર જ પોતાનાં મિત્રો સાથે ઉભો હતો.
જેને સગીરાનાં ભાઈએ ઓળખી પાડતાં તેની માતાએ સલીમને ઠપકો આપ્યો હતો. જા તે બાજવાને બદલે સલીમે તેમની સાથે ઝઘડો કરીને મારામારી કરવા લાગ્યો હતો. અને સગીરાની માતા સાથે અડપલા કરતાં તે ગભરાઈ ગઈ હતી.
આ દૃશ્ય જાઈ સગીરાનાં ભાઈએ પોલીસને ફોન કરતાં સલીમે તેનાં મોબાઈલ ખેચીને ઝાંપા સાથે માથુ અથડાવી દેતાં તે પણ ઈજાગ્રસ્ત બન્યો હતો. સલીમ સાથે તેના બે સાથીઓ પણ આ પરીવાર તૂટી પડતા તમામ પોતાનો જાન બચાવીને ભાગ્યા હતા. બાદમાં વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.સમગ્ર ઘટના જાણ્યા બાદ પોલીસ પણ ચોકી ઉઠી હતી અને ત્વરીત પગલાં લેવાનાં શરૂ કર્યા છે.