Western Times News

Gujarati News

જુહાપુરામાં પતિએ બબાલ કરી પત્નીને લોહીલુહાણ કરી

અમદાવાદ, તમે રસ્તા પર આખલા એકબીજા સાથે માથા ભટકાવતા હોવાના દ્રશ્યો અનેક વખત જાેયા હશે. અમદાવાદ શહેરમાં આખલા નહીં પરંતુ એક પતિએ તેની પત્ની સાથે માથું અથડાવીને તેણીને લોહીલુહાણ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આવી રીતે બબાલ કરનાર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી છે. પતિએ ઝગડો કરી પોતાનું માથું પત્ની સાથે ભટકાવતા પત્ની લોહીલુહાણ થઈ ગઈ હતી.

સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આખરે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જુહાપુરામાં રહેતી ૩૫ વર્ષીય મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૩માં થયા હતા.

હાલ મહિલાને સંતાનમાં બે બાળક છે. પતિ વિશાલા સર્કલ પાસે જીમ ધરાવે છે. લગ્ન બાદ મહિલા સાસરે રહેવા ગઈ તો તેને સસરિયાઓએ પાંચેક વર્ષ સારી રીતે રાખી હતી. બાદમાં ઘરકામમાં વાંક કાઢી સાસુ-સસરા તેણીને ત્રાસ આપવા લાગ્યા હતા. આટલું જ નહીં, સાસુ સસરા ફરિયાદી મહિલાના પતિને ચઢામણી કરી માર પણ મારતા હતા.

અવારનવાર મહિલાનો પતિ તેને બીભત્સ ગાળો બોલી ઝઘડા કરતો હતો. અવારનવાર ઘરકામ બાબતે પતિ સાસુ-સસરા આ મહિલા સાથે ઝઘડો કરતા હતા. મહિલા અને તેનો પતિ ઘરે હતા. ત્યારે તેના પતિએ તેની સાથે ઘરકામ બાબતે બબાલ કરી હતી. બબાલ કરતાં કરતાં પતિ એટલો આવેશમાં આવી ગયો હતો કે તેણે પત્નીને માથું ભટકાવી માર માર્યો હતો.

પતિએ આખલાની જેમ માથું ભટકાવતા મહિલાને ઈજાઓ થઈ હતી અને માથામાંથી લોહી નીકળ્યું હતું. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને મહિલાને પતિના મારથી બચાવી ૧૦૮ને જાણ કરી હતી. બાદમાં મહિલાને એલ.જી. હૉસ્પિટલ ખાતે દાખલ કરીને સારવાર કરાવી હતી.

બીજી તરફ કોઈએ મહિલાના ભાઈને જાણ કરી હતી. સમગ્ર બાબતોથી કંટાળીને આખરે મહિલાએ પોલીસ સમક્ષ રજૂઆત કરતા પોલીસે મહિલાના પતિ, સાસુ અને સસરા એમ ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.