જુહાપુરામાં બે પોલીસ જવાનને ટક્કર મારી ભાગતાં બે શખ્સ ઝડપાયા – હત્યાના પ્રયાસનો ગુનો
પાંચેય ઈસમો ૩પ૦ કિલો ગૌમાંસનો જથ્થો લઈ જતા હતા ઃ પોલીસે રોકવાનો પ્રત્યત્ન કરતાં બેને ઉડાડ્યા
અમદાવાદ, વેજલપુર પોલીસની હદમાં આવતાં જુહાપુરા વિસ્તારમાથી ગૌમાંસનાં જથ્થાની હેરાફેરી થવાની બાતમીને આધારે વોચ ગોઠવ્યા બાદ પોલીસે ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જા કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જાડાયેલાં શખ્સોએ ગાડી રોકવાના બદલે બે પોલીસ જવાન ઉપર ગાડી ચડાવી દીધી હતી. સદ્નસીબે બન્ને પોલીસ જવાન બચી ગયા હતા. પરંતુ બન્નેને જારદાર ટક્કર વાગતાં શરીરેન ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં પીછો કરી ગાડી રોકીને તેમાંથી બે શખ્સને ઝડપી લેવાયા હતા. જ્યારે ૩પ૦ કિલો માંસનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત ટક્કર મારી ભાગી જનાર ૩ સહિત કુલ પાંચ સામે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે વેજલપુર પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી એ વખતે ગેરકાયદેસર પશુ માંસ ભરી ક્વોલીસ કાર સોનલ રોડથી મક્કા નગર જવાની છે, તેવી બાતમી મળી હતી. જેથી પીએસઆઈ અચર. પી. વણઝારા અને તેમની ટીમ સોનલ રોડથી મક્કાનગર જવાનાં રસ્તા પર વોટ ગોઠવી હતી. ત્યારે સવારે સાત વાગ્ગાના સુમારે બાતમી મુજબની એક સફેદ કાર નીકળતાનં પોલીસે તેને રોકવાનો પ્રતત્ન કર્યો હતો.
પરંતુ ઉભી રાખવાને બદલે ડ્રાઈવરે કોન્સ્ટેબલ રમેશભાઈ તથા રવિરાજસિંહને ટકકર મારતા બંન્ને ફંગોળાયા હતા. અને બન્ને કોન્સ્ટેબલોને પગમાં તથા કમરમાં ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બનતાં જ હાજર અન્ય સ્ટાફે કારનો પીછો કરી કોર્ડન કરતાં કેટલાક ઈસમો ભાગવા લાગ્યા હતા. જેમાંથી લતીફ ઉર્ફે લટ્ટો શરીફ લીલગર (રામ રહીમનો ટેકરો, બહેરામપુરા) અને આઝાદ ગની કુરેશી ( રામ રહેમનો ટેકરો, બહુરામપુરા) બન્ને ઝડપાયા હતા. કાર તપાસતાં તેમાંથી સાડા ત્રણસો કીલો ગૌમાંસ ઉપરાંત બે છરા, ડીસમીસ અને કુહાડી સહિતના સાધનો મળી આવ્યા હતા.
તપાસમાં નાસી જનાર ત્રણ ઈસમો ડ્રાઈવર મોહમદ અખ્તર અંસારી (જુહાપુરા), નુર મહોમદ શેખ (રાયખડ), તથા ફારૂકભાઈ શેખ (કસાઈ જમાતની ચાલી, બહેરામપુરા) હોવાનું જાણવા મળ્યુંછે. પોલીસે પાંચેય વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફરાર ત્રણેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.