જૂઓ આ કારણે અમદાવાદમાં કર્ફયુ લગાવવો પડ્યો
અમદાવાદમાં બે દિવસના કરફ્યુની જાહેરાત થતાં જ શુક્રવારે લોકો દૂધ, શાકભાજી, કરિયાણું લેવા ઉમટી પડયા હતા. શહેરના જમાલપુર બ્રીજ નીચે શાકભાજીની ખરીદી કરવાં ભીડ જામી હતી. જે તસવીરોમાં નજરે પડે છે. (તસવીરોઃ જયેશ મોદી)
વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર મચ્યો છે ત્યારે દિવાળીના તહેવારો દરમ્યાન નાગરીકો એ ભૂલી ગયા કે કોરોનાના વાયરસનો ખતરો હજુ ગયો નથી. દિવાળીના તહેવાર દરમ્યાન કોરોનાના કેસો વધતાં અને હોસ્પિટલોમાં બેડો ખુટી પડતાં તંત્ર સાબદુ થયુ હતું અને બે દિવસનો કર્ફયુ લગાવવાની ફરજ પડી હતી.