જૂનના ૨૦ દિવસમાં ભારતે છ ગણો કોલસો આયાત કર્યો

ભારત કાચા તેલનું પણ રશિયા પાસેથી રેકોર્ડ સ્તરે આયાત કરી રહ્યું છે, ૩૩.૧૧ કરોડ ડોલરના કોલસાની આયાત
નવી દિલ્હી, ભારતે આ વર્ષે જૂનના શરૂઆતી ૨૦ દિવસમાં જ રશિયા પાસેથી ૩૩.૧૧ કરોડ ડોલરના કોલસાની આયાત કરી છે. આ ગયા વર્ષની સરખામણીએ છ ગણુ વધારે છે. આ સિવાય ભારત કાચા તેલનુ પણ રશિયા પાસેથી રેકોર્ડ સ્તરે આયાત કરી રહ્યુ છે.
આંકડા અનુસાર ૨૦ દિવસમાં રશિયાની સાથે ભારતના તેલ વેપારનુ મૂલ્ય ૩૧ ગણાથી વધીને ૨.૨૨ અરબ ડોલર થઈ ગયુ. આ સમયગાળામાં ઓઈલની ખરીદી સરેરાશ ૧૧૧.૦૮ કરોડ ડોલર પ્રતિ દિવસ હતી, જે છેલ્લા ત્રણ મહિનામાં ખર્ચ કરવામાં આવેલા ૩.૧૧ કરોડ ડોલરથી ત્રણ ગણુ વધારે છે.
વૈશ્વિક પ્રતિબંધો છતાં ભારત દ્વારા રશિયા પાસેથી આયાત કરવામાં આવેલા કોલસામાં ઝડપી ઉછાળો જાેવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રશિયા કોલસા પર ૩૦ ટકા સુધીની છુટ આપી રહ્યુ છે. કેટલાક દેશો દ્વારા પ્રતિબંધ લગાવ્યા છતાં ભારતે રશિયા પાસેથી કોઈ વેપાર રોક્યો નથી.
ભારતે કહ્યુ છેકે યુક્રેનમાં હિંસા ખતમ થવી જાેઈએ પરંતુ રશિયા પાસેથી અચાનક વસ્તુઓની ખરીદી બંધ કરવાથી વૈશ્વિક ભાવોમાં ઉથલ-પાથલ મચશે અને તેમના ગ્રાહકોને નુકસાન થશે. અમેરિકી અધિકારીઓએ ભારતને કહ્યુ છે કે રશિયા પાસેથી ઈંધણની આયાત પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ આમાં તેજી આવવી જાેઈએ નહીં.
યુરોપીય વેપારીએ રશિયા પાસેથી વેપાર રોકી દીધો, આનો ફાયદો સીધો ભારતીય ખરીદદાર ઉઠાવી રહ્યા છે. તે પરિવહન ખર્ચ કરતા ઘણો વધુ છે આમ છતાં રશિયા પાસેથી મોટા પાયે કોલસો ખરીદવામાં આવી રહ્યો છે.
ભારતે ત્રણ સપ્તાહ સુધી સરેરાશ ૧૨૮.૬૨ રૂપિયાનો રશિયન કોલસો પ્રતિદિન ખરીદ્યો છે.
આ રશિયા-યુક્રેનના ૨૪ ફેબ્રુઆરી બાદ ત્રણ મહિનામાં ખરીદવામાં આવેલા ૭૭.૧ લાખથી બમણુ છે. છેલ્લા ૨૦ દિવસના સમયમાં ઓઈલની ખરીદી સરેરાશ ૮૬૩.૭૦ રૂપિયા પ્રતિ દિવસ હતી. ભારતમાં આર્થિક ગતિવિધિઓ આ વખતે લગભગ સમગ્ર રીતે શરૂ થવા અને ગરમીઓમાં માગ વધવાથી વિજળી ઉત્પાદન કંપનીઓ પર અધિક વિજળી પેદા કરવાનુ દબાણ પડ્યુ છે.
આ માગને પૂરી કરવા માટે કોલસાની આયાત વધારી દેવાઈ છે. રશિયામાંથી ઈંધણ ખરીદીમાં આ ઝડપી વૃદ્ધિના બે મોટા કારણ છે. એક એ કે રશિયા આકર્ષક ભાવ ઓફર કરી રહ્યુ છે અને બીજુ એકે ત્યાંના વેપારી ભારતીય રૂપિયામાં પણ ચૂકવણીનો સ્વીકાર કરી રહ્યા છે. આના કારણે આગળ પણ રથિયા પાસેથી કોલસાની ખરીદી વધવાનુ અનુમાન છે.ss2kp