જૂનાં અંજલી ભાભીએ શૂટિંગ શરૂ કર્યું હોવાની ચર્ચા
મુંબઈ: ૧૦ વર્ષથી વધુ સમય સુધી શોનો હિસ્સો રહી ચૂકેલી અને અંજલી ભાભીની ભૂમિકા ભજવનાર નેહા મેહતાએ થોડા સમય પહેલાં જ શો છોડી દીધો હતો. જેના બાદ તેની વાપસીને લઈને મેકર્સે અનેક પ્રયાસો કર્યા હતા. જાે કે, વાત ન બનતા બાદમાં નવી અંજલી ભાભીની શોધ શરૂ કરી હતી. અને એક્ટ્રેસ સુનૈના ફૌજદાર અંજલી ભાભીનાં પાત્રમાં નજર આવે છે.
જાેકે હાલમાં, નેહા મેહતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે વીડિયો શેર કર્યા છે. આ વીડિયોને શેર કરતા તેણે લખ્યું છે કે, ન્યૂ પ્રોજેક્ટ. જાે કે, આ ન્યૂ પ્રોજેક્ટ શું છે. તેના વિશે કોઈ માહિતી આપી નથી. ખાસ વાત એ છે કે, આ વીડિયોનું શૂટિંગનાં લોકેશનમાં ગોકુલધામ સોસાયટી લખેલું આવે છે. જેથી એવી વાતો છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તેમની વાપસી થઈ રહી છે.
એક તરફ નેહાનાં ફેન્સ તેનાં વીડિયો પર સવાલ કરી રહ્યાં છે કે, નેહા શોમાં વાપસી કરી રહી છે અને તે ફરી અંજલી ભાભીની ભૂમિકામાં જાેવા મળશે. નેહા મહેતા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શોમાં વાપસી તરફ ઈશારો કરી રહી છે. તેણે શોમાં વાપસીવાળો એક અહેવાલ પણ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં મુક્યો હતો. તારક મેહતા શો એ હાલમાં જ ૧૨ વર્ષ પૂરા કર્યા છે. તેની સાથે ગત મહિને ત્રણ હજાર એપિસોડ પણ પૂરા કર્યા છે.