જૂનાગઢના મજેવડી ગામે લૂંટની ઘટનાના એક મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ
જૂનાગઢ, જૂનાગઢના મજેવડી ગામે લૂંટની ઘટનાના એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. નિંદ્રાધીન વૃધ્ધના ઘરમાં ઘુસી બેથી વધુ શખ્સોએ રોકડ, દાગીના અને મોબાઈલ સહીત રૂપિયા ૨૦.૮૮ લાખના મુદ્દામાલની લૂંટ કરી હતી. પોલીસે રૂપિયા ૧૫.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ તાલુકાના મજેવડી ગામમાં એકલા રહેતા એક વૃદ્ધ બે દિવસ પહેલા રાત્રીના સમયે પોતાના ઘરે સુતા હતા એ સમયે ગામના બે શખ્સોએ ઘરમાં ઘુસી વૃદ્ધને બેફામ મારમારી ઘરમાંથી ૪૦ તોલા સોનુ કિં.રૂ.૧૨.૫૦ લાખ, રૂ.૮.૫૦ લાખ રોકડા સહિત કુલ રૂ.૨૧ લાખના માલ મતાની લૂંટી ચલાવી નાસી ગયા હતા.
બેફામ મારથી વૃધ્ધ દોઢેક દિવસ સુધી બેભાન રહ્યા બાદ ભાનમાં આવ્યા હતા. ત્યારબાદ વૃધ્ધાએ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી લૂંટારૂઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.HS