Western Times News

Gujarati News

જૂનાગઢની એંજલ કાછડિયા નેશનલ સાયન્સ સેમીનારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી (ગુજકોસ્ટ) દ્વારા નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝિયમ ના સહયોગ થી ધો. 8થી 10 ના વિધાર્થીઓ માટે સાયન્સ સિટી અમદાવાદ ખાતે નેશનલ સાયન્સ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું . આ સેમિનાર નો હેતુ વિજ્ઞાનની જિજ્ઞાસા વધારવી અને વિધાર્થીઓમાંવિશ્લેષણત્મ્ક પ્રશ્નોને પ્રોત્સાહન આપવાનો હતો . 180 થી વધુ વિધાર્થીઓ , શિક્ષકો અને રાજ્યના જિલ્લા આધારિત કૉમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંયોજકોએ સેમિનારમાં  ભાગ લીધો હતો

દર વર્ષે ગુજકોસ્ટ દ્વારા  ગુજરાતની શાળાના  વિધાર્થીઓ માટે ખાસ થીમ અને ટોપીક આધારિત નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવે છે.2019માં ધો. 8થી 12 ના વિધાર્થીઓમાટે સાયન્સ સેમિનાર નો ટોપીક “ પિરિયોડિક ટેબલ ઓફ કેમિકલ એલિમેંટ : ઇમ્પેક્ટ ઓફ હ્યૂમન વેલ્ફેર”–“રસાયણિક તત્વોના સામાયિક ટેબલ : માનવ કલ્યાણ પર અસર”હતો.

કુલ 697 શાળાઓ ના 911 વિધાર્થીઓ (474 છોકરાઓ અને 437 છોકરીઓ ), 744 શિક્ષકો એ 33 જિલ્લાઓ ના તે સ્થળના કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે ઓગષ્ટ માં ભાગ લીધો હતો. આ પૈકી 66 વિધાર્થીઓ (34 છોકરાઓ અને 32 છોકરીઓ ) , ને સ્ટેટ લેવલ નેશનલ સાયન્સ સેમિનાર પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયા હતા.

વિધાર્થીઓએ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું અને માનવજાત પર અસર કરતાં  પિરિયોડિક ટેબલ ના વિવિધ ઘટકોની ચર્ચા કરી હતી.

રસાકસી ભરેલ સ્પર્ધામાં , જુનાગઢ ની એકલવ્ય પબ્લિક સ્કૂલ ની એંજલ કછડિયા વિજેતા બની હતી.

એકલવ્ય સ્કૂલ ની એંજલ કાછડિયા પ્રથમ , ભૂમિ કડાકીયા (મધર ઓફ હોપ સ્કૂલ આશાધામ , વલસાડ ), દેવાંશ છેલાણી (સેંટ ઝેવિયર્સ સ્કૂલ અમદાવાદ ),મિતલ પરમાર (એલએનબી દલિયા હાઈસ્કૂલ , સૂરત ) રાજ્ય કક્ષાએ વિજેતા બનેલ. એંજલ હવે 6 નવેમ્બર 2019 ના રોજ ગુવાહાટી ખાતે યોજાનાર નેશનલ સાયન્સ સેમિનાર માં ભાગ લેશે. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતા વિધાર્થીઓને અનુક્રમે  રૂ. 10,000 , રૂ 7500, અને રૂ.5000 નું રોકડ ઇનામ મળશે  ઉપરાંત દરેક ભગલેનારને સર્ટિફિકેટ અને 1 વર્ષ માટે સફારી મેગેઝીનનું ભરણું મળશે .

ગુજકોસ્ટ ના અડવાઇઝર ડો. નરોત્તમ સાહુ અને સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેકટર શ્રી એસ.ડી. વોરા એ વિધાર્થીઓને ઈનામ અને સર્ટિફિકેટ આપ્યા હતા. સ્ટેટ લેવલ વિજેતા એંજલ કછડિયા હવે 6 નવેમ્બરે યોજાનાર નેશનલ સેમિનાર માં ગુજરાત નું પ્રતિનિધિત્વ કરશે.

જ્યુરીમાં ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ ના પ્રો.ડો. હિતેશ પારેખ, સરદાર પટેલ યુનિવર્સિટી ,આણંદના પ્રો. ડો.જિગ્નેશ વાણંદ , ગવર્નમેંટ સાયન્સ કોલેજ ગાંધીનગર ના આસિસ્ટન્ટ પ્રો. ડો. દીપકકુમાર ગાંધી,અને એમજી સાયનસ કોલેજ , નવરંગપુરા ,અમદાવાદ ના પ્રો. ડો. દિનેશ પ્રજાપતિનો સમાવેશ કરાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.