જૂનાગઢમાં આવેલી SRL લેબમાં અચાનક લાગી આગ
જૂનાગઢ, જૂનાગઢમાં આવેલી SRL લેબમાં વહેલી સવારે અચાનક આગ લાગતા અંધાધૂંધી સર્જાઈ હતી. જે લેબોરેટરીમાં આગ લાગી હતી તેની નજીક હોસ્પિટલ આવેલી હોવાથી અફરાતફરી જાેવા મળી હતી.
આગ લાગતા નજીકમાં આવેલી કનેરિયા હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જૂનાગઢના દ્વારકાધીશ માર્કેટમાં આવેલી એસઆરએલ લેબોરેટરીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી.
આ લેબની બાજીમાં કનેરિયા હોસ્પિટલ આવેલી હોવાથી ભયનો માહોલ જાેવા મળ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૦ જેટલા દર્દીઓને તત્કાત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા ફાયરની ટીમ પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
લેબોરેટરીમાં આગ લાગ્યા બાદ તેનો ધૂમાડો નજીકમાં આવેલી હોસ્પિટલ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ તત્કાલ ત્યાં સારવાર લઈ રહેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ, હોમગાર્ડ જવાન અને ૧૦૮ની ટીમે આ દર્દીઓને સલામત બહાર કાઢી લીધા હતા.SSS