જૂનાગઢમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં ૨૪ કેસ નોંધાયા
રાજકોટ, રાજકોટમાં ૬, ભાવનગરમાં ૧૯ અને દીવમાં ૧ કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૩૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ધોરાજીમાં નોંધાયા છે. ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ ૩૪ કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જ્યારે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલીમાં ૧ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું છે. જ્યારે જામનગરમાં આજે વધુ ૭ કેસ નોંધાયા છે. બોટાદમાં બે પોઝિટિવ કેસ આવ્યા છે. જામનગરમાં નોંધાયેલા સાત કેસોમાં દક્ષાબેન ખાખરીયા (ઉ.વ.૫૭), મનસુખભાઇ ખાખરીયા (ઉ.વ.૬૧), દીપાલી મહેતા (ઉ.વ.૩૪), કૃણાલ મોદી (ઉ.૩૧), માલદેવ હરબચંદ રાયસિંહ (ઉ.વ.૫૮), અબ્દુલ રાજવાણી (ઉ.વ.૭૦) અને મનોહર ભોલાણી (ઉ.૫૭)નો સમાવેશ થાય છે.અમરેલીના રાજકીય આગેવાન કીરીટ વામજાનું અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કીરીટ વામજાના મોતથી શોકનો માહોલ છવાયો છે.
ભાવનગરમાં વિજયરાજનગર શેરી નં .૫, પ્લોટ નં .૩૭૮ માં રહેતા લાભુબેન ભીખાભાઇ અણઘણ (ઉં.વ.૫૩), વડવાનેરા પીઠવાલો ખાંચાં રહેતાં હમીદાબેન રફીકભાઇ અગરીયા (ઉં.વ.૪૩), ઘોઘા રોડ ગાયત્રીનગર સમર્પણ સોસાયટી બ્લોક નંબર ૧૦/૩૬૨૧માં રહેતા પરેશભાઇ શાંતિભાઇ ભટ્ટ (ઉં.વ.૫૫), આર.ટી ઓ રોડ શિવોમ નગર શેરી નંબર ૬ માં રહેતા કલ્યાણભાઇ જીવરાજભાઇ કુકડીયા (ઉં.વ.૫૬), દેવબાગ ઓપેરા હાઉસમાં રહેતા દર્શિત ભરતભાઈ ડાભી (ઉં.વ.૨૨) અને ચિત્રા જીઆઈડીસી વસાહતમાં રહેતા નવીનભાઈ પથુભાઈ ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.દીવમાં આજે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. દીવની એસબીઆઇ બેન્કમા કામ કરતા કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ દીવમાં અત્યાર સુધીમાં કુલ ૧૫ કેસ પોઝિટિવ નોંધાયા છે.
ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસમાં કોમ્યુનિટિ સંકમણ જેવો વધારો થતાં આરોગ્ય તંત્ર દ્વારા હવે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. ધોરાજીમાં ગુરૂવારે એક જ દિવસમાં ૯ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે અને સતત બે દિવસમાં જ કુલ ૧૫ કોરોના પોઝિટિવ કેસ આવવાથી શહેરીજનોમાં ડર અને ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ ૩૪ કેસ પોઝિટિવ નોંધાયા છે. ધોરાજીમાં કોરોનાનું સંક્રમણ વધતા ધોરાજીની સોની બજાર આઠ દિવસ સુધી સંપૂર્ણ બંધ પાળશે. સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.