જૂનાગઢમાં મ્યુનિ.ની ચૂંટણીમાં કેસરીયો લહેરાયો
જૂનાગઢ મ્યુનિ.ની ચૂંટણીમાં કોંગ્રેસમાં ચાલતા આંતરીક વિખવાદ અને ઉમેદવારની પસંદગીમાં : અસંતોષનો પડઘો ચૂંટણીમાં પડ્યોઃભાજપનો ભવ્ય
|
અમદાવાદ : દેશભરમાં હાલ ભાજપ તરફી વાતાવરણ જાવા મળી રહ્યુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમિત શાહની આગેવાનીમાં કેન્દ્ર ઉપરાંત કેટલાંક રાજ્યોમાં સત્તા હાંસલ કરેલી છે. ભાજપ માટે પ્રવેશ દ્વાર ગણાતા ગુજરાતમાં પણ ભાજપનો જ દબદબો યથાવત રહ્યો છે. જૂનાગઢ મ્યુનિ.કોર્પોરેશનની યોજાયેલી ચૂંટણીમાં આજે સવારથી જ મત ગણતરી શરૂ થતાં એક પછી એક વોર્ડમાં ભાજપની પેનલો જ ચૂંટાઈ આવતા ભાજપની છાવણીમાં વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
જ્યારે કોંગ્રેસની છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. કોંગ્રેસમાં પ્રવર્તમાન આંતરીક જૂથબંધીના પરીણામે જૂનાગઢ મ્યુનિ.કોર્પો.ની ચૂંટણીમાં પક્ષ વિરૂધ્ધ પ્રવૃત્તિની ફરીયાદો વ્યાપક પ્રમાણમાં મળી હતી. આજે પરિણામો જાહેર થતાં જ ભાજપે જૂનાગઢ મ્યુનિ.કોર્પોે. કબજે કરી લીધું છે.
જૂનાગઢ મ્યુનિ.કોર્પોે.ની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ કોંગ્રેસ અને એનસીપીના આગેવાનો સક્રિય બન્યા હતા. ભાજપ દ્વારા જૂનાગઢ મ્યુનિ.કોર્પોે.ની ચૂંટણી માટે તમામ જવાબદારી ગોરધન ઝડફીયાને સોંપવામાં આવી હતી. અને તેમની આગેવાની હેઠળ ઉમેદવારોની પસંદગીથી લઈને ચૂંટણી પ્રચારની કામગીરી કરવામાં આવી હતી.
જ્યારે કોંગ્રેસમાં પ્રવર્તમાન આંતરીક જુથબંધીના કારણે ઉમેદવારોની પસંદગીમાં વ્યાપક અસંતોષ જાવા મળતો હતો. અને ભાજપ દ્વારા જુનાગઢમાં સઘન ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો. અને રવિવારે મતદાન યોજાયુ હતુ. આજે સવારે જૂનાગઢ મ્યુનિ.કોર્પોે.ની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ હતી
મતગણતરી શરૂ થતાં જ પ્રારંભથી જ ભાજપ આગળ ચાલતો હતો. મહત્વપૂણ બાબત એ છે કે પ્રારંભિક વોર્ડ નં.૧,પ,૯ અને ૧૩ નંબરના વોર્ડની મત ગણતરી શરૂ થઈ હતી. અને આ તમામ વોર્ડમાં ભાજપની પેનલો ચૂંટાઈ આવી હતી. ત્યારબાદ મતગણતરી આગળ વધી હતી.
મત ગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા.
મત ગણતરી શરૂ થતાંની સાથે જ કેસરીયો માહોલ જાવા મળતાં જ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થઈ ગયા હતા અને વિજયોત્સવ મનાવતા જાવા મળતા હતા. પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી મત ગણતરીમાં એક પછીએક વોર્ડમાં ભાજપની પેનલો ચૂંટાઈ આવતા જૂનાગઢ મ્યુનિ.કોર્પોે.માં કેસરીયો લહેરાઈ ગયો છે.
જા કે ચુંટણી પહેલાં જ કોંગ્રેસને લપડાક મારી હતી અને ત્રણ બેઠકો બિનહરીફ પ્રાપ્ત કરી લીધી હતી. જીત માટે જરૂરી બેઠકો સહેલાઈથી ભાજપે મેળવી લેતા પ્રદેશ ભાજપના નેતાએ જૂનાગઢ મ્યુનિ.કોર્પોે.ની ચૂંટણીમાં કામગીરી કરનાર તમામ પ્રદેશ નેતાઓને અભિનંદન આપ્યા હતા.