Western Times News

Gujarati News

જૂનાગઢ જિલ્લાની સ્નીફર ડોગ રેખાનું અવસાન થયું

જૂનાગઢ, જૂનાગઢ જિલ્લા પોલીસ ડોગ સ્ક્વોડના ડોગ રેખા ઘણા સમયથી મોઢાના ટ્યુમર કેન્સરની બીમારી સબબ સારવારમા હતા. આજરોજ તેનું અવસાન થતાં, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા શોક સલામી આપી, જરૂરી સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી છે. અવસાન પામનાર ડોગ રેખા સ્નિફર ડોગ હતી અને એક્સપલોજીવ પકડવામાં માહિર હતી.

જૂનાગઢ જિલ્લા પોલીસમાં સને ૨૦૧૦ની સાલથી કાર્યરત ડોગ રેખાનું આજરોજ મોઢાના ટ્યુમર કેન્સરની સારવાર દરમિયાન અવસાન થયેલ હતું. આ ડોગ રેખાના હેન્ડલર કમલેશભાઈ પ્રજાપતિ દ્વારા તેની સારવાર પણ કરાવવામાં આવી હતી. આ સારવાર દરમિયાન તેની ત્રણ ત્રણ વખત સર્જરી પણ કરવામાં આવી હતી.

જેનું અવસાન થતાં, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આરએસઆઈ પીયૂષ જોશી, ડોગ હેન્ડલર કમલેશભાઈ પ્રજાપતિ, રવજીભાઈ હુણ, સહિતના અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં શોક સલામી આપી, સન્માન સાથે દફનવિધિ કરી, વિદાય આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.