જૂનાગઢ પોલીસ દ્વારા વાહનોની હરાજી કરવામાં આવશે

(પ્રતિનિધિ) માણાવદર, જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના સી ડિવિઝન ખાતેના ૮૩ વાહનો તથા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલ
૩૩ વાહનો બાબતે માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, તમામ કાર્યવાહી પૂર્ણ કરી તા. ૦૯.૦૨.૨૦૨૨ ના રોજ હરરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
જેથી, જૂનાગઢ ડિવિઝનના સી ડિવિઝન, પોલીસ સ્ટેશન તથા ભવનાથ પોલીસ સ્ટેશનો ખાતે કબજે કરવામાં આવેલ વાહનોની હરરાજી મા રસ ધરાવતા લોકોએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે. ગઢવી (સ્ઃ-૮૦૦૦૦૨૧૦૦૨ ) અને ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.સી.ચુડાસમા (સ્ઃ- ૭૬૯૮૭૫૧૨૪૫) ખાતે સંપર્ક કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.