જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા ૧૪ મોબાઈલો મૂળ માલિકને પરત અપાયા
(પ્રતિનિધિ) માણાવદર, જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં અરજદારોના પડી ગયેલા તેમજ ગુમ થયેલ મોબાઈલોની જુદી જુદી અરજીઓ આપવામાં આવેલ હતી. જે અરજીઓની તપાસમાં ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપીશ્રી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમજ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન,
જૂનાગઢના પો.ઇન્સ.શ્રી એન.આઈ.રાઠોડની સુચના મુજબ મજેવડી દરવાજા પોલીસ ચોકીના પો.સ.ઇ. કે.જે.પટેલ, એ.એસ.આઈ. ધાનીબેન ડી. ડાંગર, પો.કો. પ્રશાંતભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા, પો.કો. મોહસીનભાઈ સલીમભાઈ ચુવાણ તથા સુખદેવભાઈ જીલુભાઈ સીસોદીયા સહિતની ટીમ દ્વારા ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના એ.એસ.આઈ. કમલેશભાઈની મદદથી ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે જહેમત ઉઠાવતાં જુદી-જુદી કંપનીના કુલ ૧૪ મોબાઈલ કિંમત રૂ. ૧,૬૦,૩૮૩/-ના મળી આવેલ હતા.
મળી આવેલ તમામ મોબાઈલ અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી, સોંપવામાં આવતા, અરજદારોને પોતાના મોબાઈલ પરત મળતા, ખુશીની લાગણી વ્યક્ત કરેલ હતી. અરજદારોએ જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરી, ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારોને પોતાના મોબાઈલ સાચવીને રાખવા અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.
અરજદારો ને પોતાના મોબાઈલ પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, તેમજ અરજદારોએ કામ કરનાર પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારોના જુદા જુદા વિસ્તારમાંથી ગુમ થયેલ કુલ ૧૪ મોબાઈલ આશરે ૧,૬૦,૩૮૩/- રૂ. ની કિંમતના શોધી કાઢી, એક સાથે પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કરેલ.*