જૂનાગઢ મનપા દ્વારા ૭૭ મિલકતો સીલ
જૂનાગઢ, જૂનાગઢ મહાપાલિકા દ્વારા આગને લીધે ઉદ્ભવતા અકસ્માતો રોકવા ફાયર એન.ઓ.સી અને બી.યુ. સર્ટિફીકેટ વગરની હોસ્પિટલો, શાળા-કોલેજાે, કોમર્શિયલ કોમ્પલેક્ષો, હાઈરાઈઝ સહિત ૭૭ મિલકતોને સીલ કરાઈ છે આ કામગીરી હજુ ચાલી રહી છે.
મ્યુ.કમિશનરની સૂચના મુજબ ટાઉનપ્લાનિંગ ઓફિસર અને નોડલ અધિકારી ડી.જી.રાઠોડની આગેવાનીમાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર ભરત ડોડિયા તથા તેમની ટીમ દ્વારા જુનાગઢમાં છેલ્લા ત્રણેક દિવસથી ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ વગરની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અત્યાર સુધીમાં ૮ હોસ્પિટલ તથા કોમર્શિયલ મિલકત, પાંચ હાઈરાઈઝ બિલ્ડિંગની ૬૬ દુકાન, ત્રણ શાળા મળી કુલ ૭૭ મિલ્કતને સીલ કરવામાં આવેલ છે.