જૂના ગીતો રીક્રીએટ કરવા એ ખરાબ નથી “ધ્વની ભાનુશાળી”
-સારથી એમ.સાગર
છેલ્લા કેટલાય સમયથી એક બાદ એક હિટ ગીતો આપી રહેલી બોલીવૂડની ગાયિકા ધ્વનિ ભાનુશાળીનું વધુ એક નવું ગીત ‘નયનને બંધ રાખી’ને આવ્યું છે. જે સંદર્ભે તેમની સાથે થયેલી વાતચીતનાં અંશોઃ
બહુ જ થોડા દિવસોમાં જ ચાર કરોડથી વધુ વ્યુ આવી ગયાં છે. જે અદ્ભૂત લાગી રહ્યું છે. મારી લાગણીને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. મારુ સમગ્ર મેં આ ગીતમાં આપ્યું હતું અને ખરેખર સુંદર લાગી રહ્યું છે.
‘નયનને બંધ રાખીને’ ગીત આપણાં બધાં સાથે જાેડાયેલું છે. આ ગીત ચેતન અને લીજાે સાથે બનાવવા હું ખૂબ જ ઉત્સાહીત હતી. અને એનાં ડિરેક્ટર વિનય અને રાધિકા જાેડાયા ત્યારે એ અમારી માટે રીયુનિયન જેવું હતું. અમે બધા આ માટે એક સરખી જ લાગણી રીક્રિએટ કરવાનું કારણ હતું.
સોશિયલ મીડિયા પર થતી ટ્રોલ અંગે તે કહે છે કે એ બાબતે તને કંઈ કરી સારાં કે ખરાબ, મોટા કે નાનાં પરંતુ હું તેમનાં પર ધ્યાન ન આપવાનો પ્રયત્ન કરું છું. હું હંમેશા મારાં ફેન્સને તેમનાં પ્રેમ અને સહકાર પર ધ્યાન કેન્દ્રીત હોય છે. મારી સફર હજુ તો શરૂ થઈ છે. અને તમે જાે કામ પ્રત્યે સમર્પિત હોય તો તમને સ્ટારડમ જવાનો કોઈ ડર હોતો નથી. મને ઘણી બાબતનો ડર છે. પરંતુ આસપાસનાં લોકો અને તેમનાં સહકારથી એ ડર વધારે રહેતો નથી. હું હંમેશા મેડીટેશન કરું છું અને સકારાત્મક રહું છું.
“નયન” ગાયન આ વર્ષનું મારું છેલ્લું ગીત છે. નવા વર્ષ માટે મેં ઘણું તૈયાર કરી રાખ્યું છે. ગીતોને રીક્રીએટ કરતી વખતે ઓરીજીનલ ગીતનો મહત્તા પણ ધ્યાનમાં રાખવી પડે છે. રીક્રીએશન એ ખરાબ બાબત નથી પરંતુ તેનાં અસલી સંગીતકાર ગીતકાર અને ગાયકને સન્માન આપવા જેવું છે.
આ વર્ષ માટે મેં ઘણા પ્લાન કર્યા હતા. પરંતુ પેન્ડેમીકના કારણે બધુ ડિલે થઈ ગયું. જેથી લાગે છે કે બધું જ પ્લાનીંગ કરવું પણ સારી બાબત નથી. પ્રત્યેક ક્ષણમાં જીવવું જાેઈએ.