Western Times News

Gujarati News

જૂના ફર્નિચરનું વેચાણ કરતા છાપરાંમાં મોડી રાતે આગ

પ્રતિકાત્મક

અમદાવાદ, શહેરના ર્નિણયનગરના જૂના ફર્નિચરનું વેચાણ કરતા છાપરાંમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિરકાળ હતી કે તેની પર કાબૂ મેળવવા માટે ૧૫થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓની મદદ લેવામાં આવી હતી.

સદનસીબે આ મોટી દૂર્ઘટનામાં હજી સુઘી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. હાલ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, એલપીજી ગેસમાં લીકેજને કારણે અહીં ભીષણ આગ લાગી હતી. ફાયરના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અહીં મોટા પ્રમાણમાં લાકડાનું ફર્નિચર હોવાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હતુ. આ આગમાં માનવતાને સાર્થક કરતું એક ઉદાહરણ પણ સામે આવ્યું છે. ફાયર ફાઇટિંગની ટીમના એક વ્યક્તિને આ છાપરામાંથી દોઢ લાખ રુપિયા રોકડા મળી આવ્ચા હતા.

જેને પોલીસની જ હાજરીમાં સુપરત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યુ છે કે, આ આગ એલપીજી લીકેજના કારણે લાગી હોવી જાેઇએ. હાલ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આગને પગલે દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા ફેલાયા હતા.

ફાયરની ટીમોની અવરજવરને પગલે સાયરનોથી વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતુ. શહેરમાં એક દિવસ પહેલા પણ મેમ્કો બ્રિજ નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. અચાનક લાગેલી આગના પગલે ફાયર બ્રિગેડની નાની મોટી ૧૬ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

૬૦થી વધુ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અલગ-અલગ તરફથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યો. લગભગ ૬ કલાક સુધી આગ બુઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે ફાયર વિભાગના અધિકારી મિથુન મિસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, મેમ્કો અંબિકા એસ્ટેટના ૨૭ નંબરના શેડમાં લાગી આગ લાગી હોવાનો ૩.૩૦ વાગે ફોન આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.