જૂના ફોનમાંના ડેટાનો બેકઅપ કેવી રીતે લેશો?
આપણે નવો ફોન ખરીદવા માટે જૂનો ફોન વેચવાનો, એકસચેન્જમાં આપવાનો કે પછી સાવ નિકાલ કરવાનો વિચાર કરતા હોઈએ એટલે પહેલો વિચાર, જુના ફોનમાંના તમામ ડેટાને નવા ફોનમાં સહેલાઈથી લઈ જવાનો કરવો પડે. આપણો એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને આપણું ગુગલ એકાઉન્ટ બહુ ગાઢ રીતે સંકળાયેલા છે.
જુના ફોનમાંનો ઘણો ખરો ડેટા ગૂગલ કલાઉડમાં મોકલી શકાય છે. જ્યાંથી નવા ફોનમાં પણ સહેલાઈથી લાવી શકાય. સૌથી પહેલું કામ એ કરો કે ફોનમાંનો શક્ય એટલો ડેટા તમારા ગૂગલ એકાઉન્ટ સાથે સિકન્ડ કરો. એ માટે…
• ફોનના સેંટિગ્સમાં એકાઉન્ટસ વિભાગમાં જાઓ અને તેમાં ગુગલ પર ક્લિક કરો.
• અહીં તમે ફોનમાં જેટલી ગૂગલ એપ્સનો ઉપયોગ કરતા હશો તેની યાદી જાેવા મળશે.
• એ દરેક માટે સિન્કનું બટન ઓન હોવાની ખાતરી કરી લો.
• આ રીતે આપણો સ્માર્ટફોનમાંની એપ્સમાંનો ડેટા ગૂગલના સર્વર પર સિકન્ડ રહેશે. પરિણામે આપણે જયારે પણ નવા સ્માર્ટફોનમાં એ જ ગૂગલ એકાઉન્ટથી સાઈન-ઈન થયું ત્યારે આ તમામ ડેટા નવા સ્માર્ટફોનમાં આપોઆપ આવી જશે.
આટલું કવરા ઉપરાંત
• ફોનના સેંટિગ્સમાં ‘બેકઅપ એન્ડ રીસેટ’ વિભાગમાં જાઓ. • અહીં બેકઅપ માય ડેટા’ ઓન હોવાની ખાતરી કરી લો.
• અહીં બેકઅપ એકાઉન્ટ તરીકે ‘ડેટા ઓન’ હોવાની ખાતરી કરી લો.
• અહી બેકઅપ એકાઉન્ટ તરીકે તમારું ગૂગલ એકાઉન્ટ બતાવવામાં આવશે.
• હવે આપણી એપ્સનો ડેટા નિયમ સમયાંતરે આપણા ગુગલ એકાઉન્ટમાં બેકઅપ થતો રહેશે.
• અહીં આપણે ઓટોમેટિક રીસ્ટોરનો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ, જેને કારણે કોઈ એપ અનઈન્સ્ટોલ કરીને એ જ
ફોનમાં અથવા નવા ફોનમાં એ જ ગૂગલ એકાઉન્ટથી ઈન્સ્ટોલ કરીએ તો તેનો બધો ડેટા આપોઆપ રીસ્ટોર થઈ જાય છે.
આમ તો, જાે તમારી પાસે એન્ડ્રોઈડના નવમા કે ત્યાર પછીના વર્ઝનવાળો ફોન હોય તો તેનો બેક અપ લેવાનું કામ ઘણું સહેલું કરી દીધું છે.
ગૂગલ વન નામની સર્વિસની મદદથી, ફોનમાંના કોન્ટેકટસ, ગૂગલ કેલેન્ડર, જીમેઈલના સેટિગ્સ, એસએમએસ અને એમએમએસ મેસેજ, વાઈ-ફાઈ નેટવર્ક અને તેના પાસવર્ડ, વોલપેપર્સ, એપ્સ, ડિસ્પ્લે સેટિંગ્સ વગેરેનો એક સાથ ેતમારા ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ લેવાતો રહે છે. ગૂગલ સિવાયની કંપનીની એપ્સના સેટિંગ્સ અને તેના ડેટાનો પણ બેકઅપ લેવાય છે, પરંતુ આ બાબતે ગૂગલ ખાતરી આપતી નથી.
ગૂગલની આ બેકઅપ સર્વિસનો લાભ પણ ફોનના સેટિગ્સમાં, સિસ્ટમમાં બેકઅપમાં મળશે, અહીં આપણી કઈ કઈ બાબતોનો બેકઅપ નિયમિત રીતે લેવાઈ રહ્યો છે એ પણ જાેઈ શકાશે.
ગૂગલ વન સર્વિસ આમ તો પેઈડ સર્વિસ છે, પણ બેકઅપની આ સુવિધાનો લાભ ફ્રી એકાઉન્ટ માટે પણ મળે છે.
જુના ફોનમાં જે પણ ફોટોગ્રાફસ હોય એ તમે ઈચ્છો તો ગૂગલ ફોટોઝ સર્વિસમાં અપલોડ કરી શકો છો અને પછી સ્માર્ટફોનની મેમરીમાંથી તેને ભૂંસી શકો છો.
વોટસએપ જેવી સર્વિસ પોતાની રીતે આપણા ડેટાનો દૈનિક નિયમિત બેકઅપ લે છે. તેનો બેકઅપ આપણે ગૂગલ ડ્રાઈવમાં પણ લઈ શકીએ છીએ. આ સિવાય ફેસબુક, ટવીટર વગેરે એપમાનો આપણો ડેટા જે તે સર્વિસના સર્વરમાં જ સચવાતો હોવાથી તે નવા મોબાઈલમાં આપોઆપ આવી જાય છે.
જુના ફોનમાંનું એસડી કાર્ડ તમે નવા ફોનમાં પણ ઉપયોગમાં લેવાના હો તો તેનો બેકઅપ લેવાની જરૂર નથી. બાકી, તેમાંના ડેટાનો પણ બેકઅપ લઈને તેને સંપૂર્ણ ખાલી કરવું જરૂરી છે.
જાે ગૂગલ વન સર્વિસની મદદથી તમારો બેકઅપ યોગ્ય રીતે લેવાતો હશે, તો નવા ફોનમાં, જુના ફોનમાંના ગુગલ એકાઉન્ટથી લોગ-ઈન થતા જુના ફોનના વોલપેપર સહિત બધું જ તેમનું તેમ ગોઠવાઈ જશે !