જૂની અદાવતમાં મતદાન પ્રક્રિયા દરમિયાન હુમલો થતાં પોલીસ દોડતી થઈ
દહેગામ પાલિકાના સભ્ય અને તેમના પતિ ઉપર હુમલો, ૬ સામે ગુનો દાખલ
ગાંધીનગર, લોકસભાની ચૂંટણી વખતે મતદાન પ્રક્રિયા દરમિયાન ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકાના સભ્ય અને તેમના પતિ ઉપર હુમલાની ઘટના બની હતી. બનાવ અંગે ફરિયાદના આધારે દહેગામ પોલીસે વિપક્ષ કોંગ્રેસના એક સભ્ય સહિત ૬ શખ્સો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે કે આ બનાવ અગાઉ થયેલી જુની અદાવતમાં ચૂંટણી ટાણે બની હતી.
હુમલા અંગે દહેગામ પાલિકાના ભાજપના સભ્ય નિલોફરબાનું પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે મુજબ હકીકત એવી છે કે મંગળવારે ચૂંટણી હોવાથી તેમને તેમના વોર્ડની યાદી ચેક કરવાનું કામ સોપાયુ હતું જેથી તેઓ તેમના પતિ ફીરોઝખાન, વીણાબેન બારોટ, આશાબેન મીર અને પરવીનબેન બારોટવાસમાં જવાના ગેટની પાસે ૧૦૦ મીટરની હદની બહાર ટેબલ ગોઠવીને બેઠા હતાં.
તે દરમિયાન ચાર વાગ્યાના અરસામાં ફિરોઝખાન કુમારશાળાના બુથમાં ટકાવારી ચેક કરી પરત ફર્યા હતા તે વખતે બાજુના ટેબલ ઉપર ઈÂશ્તહાર ઉર્ફે અપ્પુ નાસીર શેખે ફિરોઝખાનને અપશબ્દ બોલ્યો હતો તે વાત ફિરોઝખાને તેની પત્ની નિલોરબાનુને કરતાં ઈÂશ્તહાર તેમજ દહેગામ પાલિકાના કોંગ્રેસના નેતા તેના કાકા હબીબ શેખ અને તેમના બે છોકરાએ અપશબ્દો બોલી મારામારી કરી હતી
ત્યારે ફિરોઝખાનને છોડાવવા નિલોફરબાનું વચ્ચે પડ્યા હતા તે વખતે દુપટ્ટો ખેંચાઈ જતાં તેઓ નીચે પડી ગયા હતા. થોડીવાર પછી કોંગ્રેસના હબીબ શેખનો નાનો ભાઈ મહેબુબ તથા તેમનો દીકરો નદીમ હાથમાં પાઈપ અને તલવાર લઈને પહોંચી ગયો હતો.
હોબાળો થતાં દહેગામ પીઆઈ બી.બી.ગોયલ સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. આ અંગે ફિરોઝખાને કહ્યું કે, ભાજપ તરફે મતદાન નહી થવા બાબતે હુમલો કરાયો હતો જયારે પોલીસે જણાવ્યું હતું કે, મસ્જિદની જગ્યાની જમીન બાબતે બંને પક્ષે અગાઉથી માથાકૂટ ચાલી રહી છે જેની અદાવતમાં ચૂંટણી વખતે માથાકૂટ થઈ હતી પરંતુ પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી.