જૂની પેન્શન યોજના પુનઃ દાખલ કરવા બેઠક યોજાઈ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) શિક્ષણ , આરોગ્ય સહિતના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી મુદ્દે ગોધરા ખાતે કર્મચારીઓની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી . જેમાં ઉપસ્થિત કર્મચારીઓએ પોતાની માંગણી મુદ્દે પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા .
આગામી સમયમાં પોતાની માંગણી મુદ્દે કાર્યક્રમો યોજવા માટેની રણનીતિ અંગેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી . સરકાર દ્વારા કર્મચારીઓમાં NPS યોજના અમલમાં લાવવામાં આવી છે જેનો શિક્ષણ , આરોગ્ય , રેવન્યુ સહિતના કર્મચારીઓમાં ભારે નારાજગી સાથે વિરોધ જાેવા મળી રહ્યો છે.
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી મુદ્દે નોપ્રુફ ના નેજા હેઠળ સરકારી ક્ષેત્રમાં ફરજ બજાવતાં વિવિધ કર્મચારી મંડળ એક પ્લેટફોર્મ પર એકત્રિત થયા છે અને પોતાની માંગણી મુદ્દે સરકાર સામે ક્યાં પ્રકારના કાર્યક્રમો અને રજુઆત કરવી જે અંગેની રણનીતિ તૈયાર કરવા માટે બેઠકો યોજવામાં આવી રહી છે.આ જ પ્રકારની પંચમહાલ જિલ્લાની બેઠક ગોધરા દલુની વાડી પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી .
બેઠકમાં વિવિધ ક્ષેત્રના કર્મચારી મંડળના પ્રતિનિધીઓ નોપ્રુફ્તા રાજ્યકક્ષાના પ્રતિનિધિ અને મોટીસંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા . બેઠકમાં ઉપસ્થિત કર્મચારીઓને એનપીએસ અને ઓપીએસ યોજનાના ફરક વિશે જાણકારી આપવામાં આવી હતી.
વધુમાં સરકાર જાે પોતાની માંગણી પૂર્ણ ના કરે તો કેવા પ્રકારે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર પાસે માંગણી કરવી જે અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓના આત્મા શાંતિ માટે બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.