જૂન મહિનામાં ટૂંકા બ્રેક પર જઈ શકે છે કપિલ શર્મા શો
મુંબઇ, ધ કપિલ શર્મા શો ઓફ-એર થવાનો હોવાના થોડા દિવસ પહેલા રિપોર્ટ્સ હતા. કપિલ શર્મા અમેરિકા અને કેનેડાની ટુર પર જવાનો છે. તેની આ ટુર જૂન મહિનાના મધ્યમાં અને જુલાઈની શરૂઆતમાં છે. આ ટુર દરમિયાન તે અલગ-અલગ શહેરોમાં શો કરવાનો છે.
કપિલ શર્મા ટુર પર જવાનો હોવાથી તે દરમિયાન શૂટિંગ શક્ય ન બનતા અસ્થાયી ધોરણે શો બંધ થવાનો હોવાનું રિપોર્ટ્સમાં કહેવાયું હતું. રિપોર્ટ્સ વાયરલ થતાં કપિલ શર્માની ટીમે આ મામલે સ્પષ્ટતા કરી હતી. ટીમે જણાવ્યું હતું કે, ‘ધ કપિલ શર્મા શો બંધ થવાનો છે તે માત્ર અફવા છે. શોમાં બ્રેક લેવાનો કે બંધ કરી દેવાનું કોઈ પ્લાનિંગ નથી. એપ્રિલના અંત સુધીના શૂટિંગ શિડ્યૂલ નક્કી થઈ ગયા છે.
જાે કે, તેનો અર્થ શોમાં બ્રેક નહીં આવે તેવો નથી. જૂન મહિનામાં શો ટૂંકા બ્રેક પર જઈ શકે છે, કારણ કે ત્યારે કપિલ શર્મા ટુર પર છે. અર્ચના પુરણ સિંહ ધ કપિલ શર્મા શોનો મહત્વનો ભાગ છે. જ્યારે શો બ્રેક પર જશે ત્યારે તેનું શું પ્લાનિંગ છે, તેના વિશે તેણે વાત કરી હતી.
એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ બોલિવુડ લાઈફ ડોટ કોમ સાથેની વાતચીતમાં અર્ચનાએ જણાવ્યું હતું કે, ‘આ સમયગાળામાં હું કેટલીક ફિલ્મો પણ વિચાર કરી રહી છું. પરંતુ પ્રોજેક્ટ વિશે હજી ચર્ચા ચાલી રહી છે. તેથી, માહિતી આપી શકું તેમ નથી.
નવજાેત સિંહ સિદ્ધુની ધ કપિલ શર્મા શોમાંથી એક્ઝિટ થઈ ત્યારથી અર્ચના પુરણ સિંહ તેની સાથે સંકળાયેલી છે. કપિલ શર્મા ઘણીવાર અર્ચનાની મજાક ઉડાવતો રહે છે અને તેણે સિદ્ધુની ખુરશી હડપી લીધી તેમ કહેતો રહે છે. અગાઉ, ૨૦૨૧માં શો ત્યારે ઓફ-એર થયો હતો ત્યારે કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ બીજા બાળકને જન્મ આપવાની હતી.
કપિલ શર્મા પેટરનિટી લીવ પર ગયો હતો તેમજ તે દરમિયાન કોરોનાની બીજી લહેર ચાલી રહી હોવાથી કોઈ ફિલ્મ પણ રિલીઝ નહોતી થઈ રહી, તેથી શો બંધ કરવામાં આવ્યો હતો.SSS