Western Times News

Gujarati News

જૂહી ચાવલાની 5G સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી

૫જી વાયરલેસ નેટવર્કથી લોકો ઉપરાંત પ્રાણી, જીવો અને વનસ્પતિ ઉપર રેડિયેશનની વિઘાતક અસર થયાનો દાવો

નવી દિલ્હી,  બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલાએ સોમવારે દેશભરમાં ૫ જી વાયરલેસ નેટવર્કની સ્થાપિત કરવા વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. જુહીએ અરજીમાં દાવો કર્યો છે કે ૫ જી વાયરલેસ નેટવર્કથી લોકો ઉપરાંત પ્રાણીઓ, વનસ્પતિ અને જીવો પર કિરણોત્સર્ગ( રેડિયેશન)ની વિઘાતક અસર થઈ રહી છે.

જસ્ટિસ સી. હરિ શંકરે આ અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી લીધા છે. તેમણે આ મામલો બીજી બેંચ સમક્ષ સ્થાનાંતરિત કરતી વખતે આગામી સુનાવણી માટે ૨ જૂનની તારીખ નક્કી કરી કરી દીધી છે.

ફિલ્મ અભિનેત્રી ચાવલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જાે ટેલીકોમ ઉદ્યોગની ૫ જી માટેની યોજના સફળ થાય છે, તો એવી કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, જંતુ, ઝાડનો છોડ નહીં હોય જે દિવસનાં ૨૪ કલાક અને વર્ષનાં ૩૬૫ દિવસ આરએફ વિકિરણનાં સ્તરથી બચવા સક્ષમ હશે, જે હાલનાં કિરણોત્સર્ગ કરતા ૧૦ થી ૧૦૦ ગણાથી વધું છે.

પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ૫ જી જ્યાં લોકો પર ગંભીર અસર કરશે, ત્યાં જ પૃથ્વીની તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થશે. અભિનેત્રી વતી એડવોકેટ દીપક ખોસલાએ અરજીમાં કહ્યું છે કે સક્ષમ ઉચ્ચ અમલદારો / અધિકારીઓને તે પ્રમાણિત કરવાનાં નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે, કે ૫ જી ટેકનોલોજી લોકો, બાળકો, પ્રાણીઓ અને દરેક પ્રકારના પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિ માટે સલામત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.