જેઇઇ એડવાન્સ રિઝલ્ટઃ એલન કેરિયર ઇન્સ્ટિટ્યુટના કાર્તિકેયે ઓલ ઇન્ડિયા ટોપ કર્યું
કોટા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) રુરકીએ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે સંયુક્ત પ્રવેશ પરિક્ષા (જેઇઇ, એડવાન્સ ૨૦૧૯)ના પરિણામોની જાહેરાત કરી છે, જેમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યુટના કાર્તિકેય ગુપ્તાએ ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક હાંસલ કરીને દેશભરમાં એલનનું નામ રોશન કર્યું છે.
ગુપ્તા એલન મુંબઇ, મહારાષ્ટ્રના વિદ્યાર્થી છે. તેમણે ૧૦૦ પર્સન્ટાઇલ સ્કોર હાંસલ કર્યો છે. કાર્તિકેય ગુપ્તાએ ૩૭૨માંથી ૩૪૬ અંક હાંસલ કર્યાં છે. ગુપ્તાને જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશનમાં ૧૮મો રેન્ક મળ્યો હતો. વિદ્યાર્થીનીઓમાં શુભનામ સહાયે ટોપ કર્યું છે અને તેમણે ૩૭૨માંથી ૩૦૮ અંક હાંસલ કર્યાં છે. જેઇઇ એડવાન્સના પરિણામમાં ૩૮૭૦૫ વિદ્યાર્થીઓ પાસ થયાં છે, જેમાં ૫૩૫૬ વિદ્યાર્થીનીઓ છે. જયપુરમાં પિયૂષ રાજે એસટી કેટેગરીમાં ટોપ કર્યું છે.
પરિક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા સત્તાવાર સાઇટ ઉપર જઇને રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે.
એલન કેરિયર ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર બ્રિજેશ માહેશ્વરીએ જણાવ્યું
હતું કે, ગુપ્તાએ સારા માર્ક્સ હાંસલ કરીને એલનનું નામ રોશન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલાં એલનના વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન્સ, નીટ, ઓલમ્પિયાડ, એમ્સના પરિણામોમાં ઓલ ઇન્ડિયા સ્તરે પ્રથમ રેન્ક હાંસલ કરીને એલનને ગર્વ અપાવ્યું છે. આજે જાહેર થયેલા જેઇઇ એડવાન્સના પરિણામોમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. માહેશ્વરીએ જણાવ્યું હતું કે, દેશભરમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ હાંસલ કર્યાં છે અને ઇન્સ્ટિટ્યુટમાં ઉજવણીનો માહોલ છે.
ઉલ્લેખનીય છે કે કાર્તિકેય બે વર્ષથી એલન કેરિયર ઇન્સ્ટિટ્યુટના ક્લાસરૂમ સ્ટુડન્ટ છે. એલન ક્લાસરૂમ પ્રોગ્રામમાંથી ત્રીજી વાર વિદ્યાર્થીએ પ્રથમ રેન્ક મેળવ્યો છે. આ પહેલાં એલન ક્લાસરૂમના વિદ્યાર્થી ચિત્રાંગ મૂર્દિયાએ વર્ષ ૨૦૧૪માં અને અમન બંસલે વર્ષ ૨૦૧૬માં ઓલ ઇન્ડિયા ટોપ કર્યું હતું. આ વર્ષે પણ એલન માટે પરિ
ણામે ઉત્સાહજનક રહ્યાં છે.
સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરિક્ષા નીટમાં ઓલ ઇન્ડિયા રેન્ક ૧ ઉપર નલિન ખંડેલવાન રહ્યાં છે, જે સાથે અરુણાંશુ ભટ્ટાચાર્ય જિપમેરમાં ટોપ રહ્યાં છે. એલન કેરિયર ઇન્સ્ટિટ્યુટના જ ક્લાસરૂમ પ્રોગ્રામના વિદ્યાર્થી નિશાંત અભંગી ઓલ ઇન્ડિયા રેન્ક ૬ અને કૌસ્તુભ ઘિગેએ રેન્ક ૭ હાંસલ કર્યો છે. આ સાથે આદિત્ય બડોલાએ રેન્ક ૧૧ મેળવ્યો છે. એલનના સમ્બિત બેહરાએ એસસી કેટેગરીમાં રેન્ક ૧ મેળવ્યો છે. માહેશ્વરીએ ઉમેર્યું હતું કે, આઇઆઇટીના સાત ઝોનમાંથી ત્રણ ઝોનના ટોપર એલનના હતાં. આમાં આઇઆઇટી મુંબઇ ઝોનમાં કાર્તિકેય ગુપ્તા, ખડગપુર ઝોનમાં ગુડિપટે અનિકેત અને આઇઆઇટી રુરકી ઝોનમાં જયેશ સિંગલાએ ટોપ કર્યું છે.