જેએનયુ દેશદ્રોહ કેસ : કન્હૈયા કુમાર સહિત નવ લોકોને સમન્સ
નવીદિલ્હી: જેએનયુ છાત્ર સંધના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે રાજદ્રોહના મામલાને લઇ ૧૫ માર્ચે બોલાવ્યા છે દિલ્હી પોલીસે ૨૦૧૬માં જેએનયુમાં થયેલ સુત્રોચ્ચાર મામલામાં ચાર્જશીટ દાખલ કરવાની મંજુરી એક વર્ષ પહેલા જ મળી હતી. પોલીસે પોતાની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે ૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ સંસદ હુમલાના આરોપી અફઝલની વરસી પર કન્હૈયાના નેતૃત્વમાં જેએનયુ કેંપસમાં દેશદ્રોહી સુત્રોચ્ચાર લાગ્યા હતાં.
કન્હૈયા સહિત ૧૦ લોકોની વિરૂધ્ધ ચાર્જશીટ પર ધ્યાન આપી પટિયાલા હાઉસ કોર્ટના જજ ડો પંકજ શર્માએ કહ્યું કે ગત વર્ષ ૨૭ ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસના ગૃહ વિભાગે ચાર્જશીટ દાખલ કરવાની મંજુરી આપી દીધી હતી ચાર્જશીટને ધ્યાનમાં લેતા તમામ આરોપીઓને ૧૫ માર્ચ ૨૦૨૧ના રજ હાજર થવા માટે સમન્સ જારી કરવામા આવે છે.
પોલીસની ચાર્જશીટમાં કન્હૈયા ઉપરાંત ઉમર ખાસિદ અનિર્બાન ભટ્ટાચાર્ય અકીબ હુસૈન મુજીબ હુસૈન ગટ્ટુ મુનીબ હુસૈન ગટ્ટે ઉમર ગુલ રઇસ રસુલ બશારત અલી અને ખાલિદ બશીર ભટ્ટના નામ સામેલ છે આ તમામ પર આઇપીસીની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
એ યાદ રહે કે ૯ ફેબ્રુઆરી ૨૦૧૬માં દિલ્હીની જેએનયુ પરિસરમાં દેશ વિરોધી સુત્રોચ્ચાર કરવાાં આવ્યા હતાં પરિસરમાં આ સુત્રોચ્ચારની વીડિયો સામે આવી હતી આ મામલામાં જેએનયુના તે સમયના અધ્યક્ષ કન્હૈયાને પણ આરોપી બનાવવામાં આવ્યા હતાં. દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે પોલીસની પાસે એવા અનેક તથ્ય અને પુરાવા છે જે સાબિત કરે છે કે તે સુત્રોચ્ચાર લગાવનારાઓમાં કન્હૈયા પણ સામેલ હતો તેને આધાર બનાવતા જયારે પોલીસે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી તો કન્હૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો અને તેની વિરૂધ્ધ દેશદ્રોહની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી