મની લોન્ડરીંગ કેસઃ જેકલીન અને નોરા ફતેહીને ઠગ સુકેશે ગિફટ કરેલી પ્રોપર્ટી જપ્ત કરાશે
મુંબઈ, 200 કરોડના મની લોન્ડરિંગના મામલાના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરની સામે ઈડી દ્વારા મોટી કાર્યવાહીના ભાગરુપે સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ઈડી દ્વારા આ ચાર્જશીટની સાથે જોડાયેલા તમામ પૂરાવા અને દસ્તાવેજો પણ કોર્ટને સોંપ્યા છે.ચાર્જશીટ પર કોર્ટ બહુ જલ્દી સંજ્ઞાન લેશે.ચંદ્રશેખર પર આરોપ છે કે, તેણે જેલવાસ દરમિયાન હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા એક મોટા વ્યવસાયીની પત્ની સાથે 200 કરોડ રુપિયાનુ ચિટિંગ કર્યુ હતુ.સુકેશે આ મહિલાને ક્યારેક કેન્દ્રીય ગૃહ મંત્રાલય તો ક્યારેક પીએમઓના અધિકારી બનીને ઉલ્લુ બનાવી હતી.બીજા લોકોને પણ તેણે આ રીતે છેતર્યા હતા.
સુકેશની એક્ટ્રેસ નોરા ફતેહી અને્ જેકલીન સાથેની નિકટતા તો ચર્ચામાં આવી ચુકી છે.હવે ઈડીએ એવો ખુલાસો કર્યો છે કે, જેકલીનની મુલાકાત કરાવવા માટે પિંકી ઈરાની નામની મહિલાએ સુકેશ પાસે 12 કરોડ રુપિયા વસુલ્યા હતા.
સુકેશ પોતાના પૈસા બોલીવૂડમાઈન્વેસ્ટ કરવા માંગતો હતો.જોકે એ પહેલા તેની છેતરપિંડીનો પર્દાફાશ થઈ ગયો હતો.એ પછી તેની સામે દિલ્હી પોલીસે ગુનો નોંધ્યો હતો.
પિંકી ઈરાનીને ઈડીની ટીમે નવ ડિસેમ્બરે પકડી હતી.તે સમયે જેકલીનને બોલાવીને બંનેની આમે સામને પૂછપરછ કરાઈ હતી.પિંકી ઈરાનીએ કકબૂલ્યુ હતુ કે, જેકલીનની સુકેશ સાથે મિટિંગ કરાવતા પહેલા હું સુકેશના પૈસે વૈભવી હોટલોમાં રોકાતી હતી.
દરમિયાન ઈડી દ્વારા આ મામલામાં સુકેશ દ્વારા નોરા ફતેહી, જેકલીનને ગિફટ અપાયેલી પ્રોપર્ટી સીઝ કરવામાં આવશે.