જેક્લીનની ડ્રાઇવ ફિલ્મ હવે ક્યારે રજૂ થશે તેની ચર્ચાઓ
મુંબઇ, એક્શન પેક ફિલ્મ ડ્રાઇવને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. જો કે હવે આ ફિલ્મ ડબ્બામાં જતી રહી છે કે કેમ તેની ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે. જા કે નિર્માતા નિર્દેશકો આ સંબંધમાં કોઇ વાત કરવા માટે તૈયાર નથી. ફિલ્મની રજૂઆત અટવાઇ જતા જેક્લીન અને સુશાંત પણ નારાજ છે. કેમ ફિલ્મને રોકી દેવામાં આવી છે તેના કોઇ કારણ જાણવા મળી રહ્યા નથી. રેસ-૩ ફિલ્મમાં કામ કર્યા બાદ ફિલ્મની સફળતા બાદ જેક્લીન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. મુળભુત રીતે સાતમી સપ્ટેમ્બરના દિવસે આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર હતી. જા કે હાલમાં મોકુફ કરવામાં આવી છે. નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત મુખ્ય રોલ કરી રહ્યો છે.
ફિલ્મ ભરપુર એક્શનથી ભરેલી રહેશે. બન્નેની જાડી પણ પ્રથમ વખત સાથે આવી રહી છે. જેક્લીનની સલમાન સાથેની ફિલ્મ રેસ-૩ બોક્સ ઓફિસ પર ભારે ધુમ મચાવી ચુકી છે. આ ફિલ્મમાં તેની સાથે ડેઝી શાહ, બોબી દેઓલ અને અનિલ કપુરની પણ ભૂમિકા હતી. જેકલીન પણ બોલિવુડના અન્ય કલાકારોની જેમ સલમાનની સાથે સારા સંબંધના કારણે સતત સફળતા હાંસલ કરી રહી છે.
દબંગ સ્ટારના કારણે સતત સફળતા હાસલ કરીને તે આજે નંબર વનની રેસમાં દેખાય છે. ડેઝી શાહ પણ સલમાન સાથે સારા સંબંધ ધરાવે છે. દિપિકા અને પ્રિયંકા ચોપડા પહેલાથી જ હોલિવુડની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હવે જેક્લીન પણ એન્ટ્રી કરી રહી છે. જેક્લીન બોલિવુડમાં હાલ સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી આવી છે. ખુબસુરત જેક્લીન હવે હોલિવુડમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. જુદા જુદા પ્રોજેક્ટોમાં તે વ્યસ્ત છે.