જેક્લીને સ્વીમિંગ પૂલમાં બેસીને આપ્યા બોલ્ડ પોઝ
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફનાર્ન્ડિસનો એક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી રહ્યો છે. જેક્લીન ફનાર્ન્ડિસે સ્વિમસૂટ પહેરીને જે અંદાજમાં પૂલમાં બેસીને પોઝ આપ્યા છે એ જાેઈને કોઈની પણ નજર હટવાનું નામ લઈ રહી નથી. તેના આ ફોટો શૂટની તસવીરોને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
જેક્લીન ફનાર્ન્ડિસે શુક્રવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે પ્રિન્ટેડે ડીપ નેક બ્લૂ કલરનું સ્વિમસૂટ પહેરીને પુલના કિનારે બેસેલી છે અને પોઝ આપી રહી છે. તેણે બ્લેક કલરના ચશ્મા પણ પહેર્યા છે.
અન્ય એક તસવીરમાં જેક્લીન ફનાર્ન્ડિસ પૂલ કિનારે બેસીને પોઝ આપતી નજરે પડી રહી છે. તેની પાસે ડ્રિન્ક પણ રાખવામાં આવી છે. જેમાં તે તડકાથી બચતી હોવાનો પોઝ આપી રહી છે. છેલ્લી તસવીરમાં તે સ્વિમિંગ પૂલમાં પોઝ આપી રહી છે.
View this post on Instagram
જેક્લીન ફનાર્ન્ડિસની તસવીરોને ૧૦ કલાકમાં ૧૦ લાકથી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેણે આ તસવીરોની સાથે લખ્યું કે, પૂલ બેબી. જેક્લીન ફનાર્ન્ડિસની તસવીરો પર ફેન્સ ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. તેની આ બોલ્ડ તસવીરોને તેના ફેન્સ પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી બન્યુ કે જ્યારે જેક્લીન ફનાર્ન્ડિસે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હોય.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી જેક્લીન ફનાર્ન્ડિસ મોટાભાગે તેના ગ્લેમરસ ફોટોસ અને વિડીયોસ શેર કરતી રહેતી હોય છે. જેક્લીનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લે તે ફિલ્મ ભૂત પોલીસમાં નજરે પડી હતી. જેમાં સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને યામી ગૌતમની સાથે નજરે પડી હતી.
હવે જેક્લીન ફનાર્ન્ડિસ સરકસ, અટેક, બચ્ચન પાંડે અને રામ સેતુ ફિલ્મોમાં કામ કરતી જાેવા મળશે. તાજેતરમાં જ તેણે ફિલ્મ રામ સેતુનું શૂટિંગ શરૂ કર્યુ છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આની બે તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરો શેર કરતા તેણે લખ્યું હતું કે, તે ફિલ્મ રામ સેતુના સેટ પર પરત ફરી છે.SSS