જેક્લીન પ્રભાસની સાહોમાં આઇટમ સોન્ગ કરીને સંતુષ્ટ
મુંબઇ, બોલિવુડની હોટ અને ખુબસુરત જેક્લીન પ્રભાસની સાહો ફિલ્મમાં આઇટમ સોંગ કરીને ભારે ખુશ છે. કારણ કે તેના આઇટમ સોંગની પણ નોંધ લેવામાં આવી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. ૩૫૦ કરોડ રૂપિયાના જંગી ખર્ચ સાથે તૈયાર કરવામાં આવેલી ફિલ્મમાં જેક્લીનને આઇટમ સોંગ માટે લેવામાં આવી ત્યારથી જ તે ખુબ મહેનત કરી રહી હતી. કારણકે આઇટમ સોંગ માટે પણ જંગી રકમ ખર્ચ કરવામાં આવી હતી,. આ ફિલ્મમાં શ્રદ્ધા કપુર મુખ્ય અભિનેત્રી તરીકે છે. બાગી-૨ ફિલ્મમાં જેક્લીને અગાઉ આઇટમ સોંગ કરીને ચર્ચા જગાવી હતી. સાહો ફિલ્મમાં તેને ખાસ ગીત માટે લેવામાં આવી છે. બોલિવુડમાં એન્ટી ઇત્તેફાકથી થઇ હોવાનો દાવો તે કરે છે.
આમાં માત્ર એન્ટરટેનમેન્ટ જ નથી બલ્કે ડાન્સ, અભિનયના માધ્યમથી વ્યક્તિને રજૂ કરવાની બાબત પણ રહેલી છે. વાતચીતમાં હજારો લોકોની ભાવનાને રજૂ કરવા માટેની કુશળતા પણ છે. જેક્લીનના પિતા શ્રીલંકાના અને માતા મલેશિયાની છે. તે બહેરીનમાં ઉછરી છે. માત્ર ૧૪ વર્ષની વયમાં જ જેક્લીને ફિટનેસ શોનુ નેતૃત્વ કર્યુ હતુ. જેક્લીને ઓસ્ટ્રેલિયામાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ફરી શ્રીલંકા પરત ફરીને રિપોર્ટિગમાં જાડાઇ હતી. વર્ષ ૨૦૦૬માં મિસ શ્રીલંકાનો તાજ જીત્યા બાદ વર્ષ ૨૦૦૯મનાં ફિલ્મ એલાદીન સાથે બોલિવુડની દુનિયામાં પ્રવેશી ગઇ હતી.
જેક્લીન પાસે હાલમાં અનેક ફિલ્મો રહેલી છે. કેરિયરની શરૂઆતમાં તે નિષ્ફળ સાબિત થઇ હતી. તેને સેક્સ સિમ્બોલ તરીકે ગણવામાં આવી હતી. જો કે સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં કામ કર્યા બાદ તેની કેરિયરમાં તેજી આવી ગઇ હતી. જેના કારણે તેની કેરિયર હજુ આગળ વધી રહી છે.