જેક્લીન પ્રિયંકાને દર મહિને ભાડાના ૬.૭૮ લાખ ચુકવે છે
મુંબઈ: જેક્લીન ફનાર્ન્ડિસએ પ્રિયંકા ચોપરાનાં મુંબઇ વાળા એપાર્ટમેન્ટ કર્મયોગ રેન્ટ પર લીધુ છે. આ એપાર્ટમેન્ટની પ્રાઇમ લોકેશન અને સુવિધાઓની કારણે જેક્લીન દરેક મહિને મસમોટી રકમ પ્રિયંકાને ભાડાં પેટે આપે છે. જેક્લીન ફનાર્ન્ડિઝએ પ્રિયંકા ચોપરાનાં મુંબઇ સ્થિત ઘરમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી શિફ્ટ થઇ ગઇ છે. આલીશાન એપાર્ટમેન્ટમાં રહી રહી છે. જેક્લીન હવે પ્રિયંકાનાં આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે
પણ આ માટે તે મસમોટી રકમ ભાડા પેટે ચુકવે છે. એપાર્ટમેન્ટની પ્રાઇમ લોકેશન અને સુવિધાઓને કારણે જેક્લીન દર મહિને તેને ૬.૭૮ લાખ રૂપિયા ચુકવે છે. ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, જેક્લીને અત્યાર સુધીમાં ત્રણ વર્ષ માટે પ્રિયંકાનું એપાર્ટમેન્ટ રેન્ટ પર લીધુ છે. જેક્લિન આ ત્રણ વર્ષ માટે પ્રિયકાને ૨ કરોડ ૪૪ લાખ ૮ હજાર રૂપિયા રેન્ટ પર આપે છે. ત્રણ વર્ષ બાદ પણ તે પ્રિયંકાનાં આ ફ્લેટમાં રહે છે કે શિફ્ટ કરી દે છે
તે હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જેક્લીન ફનાર્ન્ડિઝે ફિલ્મ પ્રોજેક્ટ્સી વાત કરીએ તો, આ વર્ષે તે ઘણી જ બિઝી છે. જેક્લીન હાલમાં સૈફ અલી ખાનની સાથે ભૂત પોલીસની શૂટિંગ કરી રહી છે ટૂંક સમયમાં તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’નુ શૂટિંગ શરૂ કરશે. હાલમાં તે મિસ સીરિયલ કિલર ફિલ્મમાં નજર આવી હતી. જેનું નિર્દેશન શિરીષ કુંદરે કર્યું હતું. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી.