જેક્લીન ફનાર્ન્ડિઝની ઈડીએ કરી ૮ કલાક પૂછપરછ, સુકેશ ચંદ્રશેખર કેસમાં નિવેદન નોંધાયું
મુંબઇ, જેક્લીન ફનાર્ન્ડિઝ પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની સામે રજૂ થઇ છે. તેને ઠગ સુકેશ ચંદ્રશેખર અને અન્ય સાથે જાેડાયેલાં મની લોન્ડ્રિંગ મામલે પૂછપરછ થઇ હતી. અધિકારીઓએ નવેસરથી પૂછપરછ કરી હતી. આ મામલે જેક્લીન તેનું નિવેદન દાખલ કરાવ્યું હતું ઇડીએ એપ્રિલમાં પીએમએલએ તરીકે જેક્લિનનાં ૭.૨૭ કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ ફંડને અસ્થાયી રૂપે મળી આવી હતી.
જેકલીન ફનાર્ન્ડિઝ પહેલા પણ ઈડી આ કેસમાં બે-ત્રણ વખત પૂછપરછ કરી ચૂકી છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે જેક્લીનને સોમવારે તેનું નિવેદન રેકોર્ડ કરવા માટે એક નવું સમન જારી કરવામાં આવ્યું હતું કારણ કે એજન્સી આ કેસમાં આવકની બાકીની કાર્યવાહી પૂર્ણ કરવાની છે. ઈડ્ઢએ જેકલીનની ૮ કલાક પૂછપરછ કરી હતી.
જેકલીન ફર્નાન્ડીઝ સામે રૂ. ૧૫ લાખની રોકડ તેમજ રૂ. ૭.૧૨ કરોડની ફિક્સ ડિપોઝીટ જપ્ત કરવા માટે કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીએ આ ભંડોળને “ગુનાની આવક” તરીકે વર્ણવ્યું હતું. ત્યારપછી ઈડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “સુકેશ ચંદ્રશેખરે ખંડણી સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા અપરાધની આવકમાંથી જેકલીન ફર્નાન્ડીઝને ૫.૭૧ કરોડ રૂપિયાની અનેક ભેટો આપી હતી.”
સુકેશે આ ભેટ જેકલીનને આપી હતી- ઈડીએ કહ્યું હતું કે, “ચંદ્રશેખરે જેકલીનને આ ભેટ આપવા માટે આ કેસમાં તેની લાંબા સમયથી સહયોગી અને સહ-આરોપી પિંકી ઈરાનીને હાયર કરી હતી.” જેક્લિને ગયા વર્ષે ઑગસ્ટ અને ઑક્ટોબરમાં નોંધાયેલા તેના નિવેદનમાં ઈડ્ઢને જણાવ્યું હતું કે તેણીને ચંદ્રશેખર પાસેથી ગુચી, ચેનલ, ત્રણ ડિઝાઇનર બેગ, જિમના વસ્ત્રો માટેના બે ગુચી ડ્રેસ, લૂઈસ વિટનના શૂઝની એક જાેડી, બે હીરાની બુટ્ટી, મલ્ટી કલર સ્ટોન બ્રેસલેટ મળ્યા હતા. અને બે હર્મેસ બ્રેસલેટ ભેટ તરીકે પ્રાપ્ત થયા હતા.
સુકેશ જેકલીનની ધરપકડ સુધી તેના સંપર્કમાં હતો- જેકલીન ફનાર્ન્ડિઝે વધુમાં કહ્યું કે તેણે મિની કૂપર કાર પરત કરી છે. એજન્સી, તેની તપાસમાં જાણવા મળ્યું કે ચંદ્રશેખર ગયા વર્ષે ફેબ્રુઆરીથી ૭ ઓગસ્ટ સુધી અભિનેત્રીના સંપર્કમાં હતો, જ્યારે દિલ્હી પોલીસે ઓગસ્ટમાં તેની ધરપકડ કરી હતી.HS2KP