જેક્લીન-સાથે અંગત ફોટા ફરતા જાેઈને ખલેલ પહોંચી: સુકેશ

મુંબઇ, થોડા અઠવાડિયા પહેલા ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખર અને બોલિવુડ એક્ટ્રેસ જેક્લીન ફનાર્ન્ડિઝની ઈન્ટિમેટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ તસવીરમાં સુકેશ ચંદ્રશેખર જેક્લીનના નાક પર કિસ કરી રહ્યો હતો અને તેના ગળા પર લવ બાઈટનું નિશાન હતું.
જે બાદ જેક્લીન ફનાર્ન્ડિઝે એક સ્ટેટમેન્ટ ઈશ્યૂ કર્યું હતું. હવે, સુકેશ ચંદ્રશેખરે પોતાના વકીલ મારફતે મીડિયાને લખેલા કથિત લેટરમાં તેના તેમજ જેક્લીન ફનાર્ન્ડિઝની પ્રાઈવેટ તસવીરો ફરતી કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.
જેક્લીન ફનાર્ન્ડિઝનું નામ ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગના કેસમાં આવતા તેની અને સુકેશની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. જાે કે, આ વાત એક્ટ્રેસ અને ઠગ સુકેશને પસંદ આવી નથી. પોતાના વકીલ મારફતે લખેલા કથિત લેટરમાં સુકેશે તેની અને જેક્લીનની તસવીરો ફરતી કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે.
તેણે તેવો પણ દાવો કર્યો છે કે, આ પ્રાઈવેટ અને અંગત તસવીરો વાયરલ કરવી તે પ્રાઈવસીનો ભંગ છે. સુકેશે લેટરમાં તેમ પણ કહ્યું છે કે, તે જેક્લીન સાથે રિલેશનશિપમાં હતો અને જે ગિફ્ટ આપી હતી તે પ્રેમથી આપી હતી. સુકેશે પત્રમાં લખ્યું છે ‘પ્રાઈવેટ તસવીરોને ફરતી જાેઈને મને ઘણી ખલેલ પહોંચી છે, જેના વિશે મને સમાચારથી જાણ થઈ છે.
આ કોઈની પ્રાઈવસી અને પર્સનલ સ્પેસનું પૂરી રીતે ઉલ્લંઘન છે. મેં આ પહેલા પણ જણાવ્યું હતું કે, હું અને જેક્લીન રિલેશનશિપમાં હતા. એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને અમારા સંબંધો કોઈ પણ રીતે પૈસાના ફાયદા પર આધારિત નહોતા. જેમ, કોમેન્ટ અને ટ્રોલ કરીને કહેવામાં આવી રહ્યું છે. અમારા સંબંધમાં ઘણો પ્રેમ અને સન્માન હતું, જ્યાં એકબીજાથી કોઈ ઈચ્છા અથવા અપેક્ષા નહોતી. જે બાદ સુકેશ ચંદ્રશેખરે જેક્લીન ફનાર્ન્ડિઝનો બચાવ કર્યો છે. તેણે આગળ લખ્યું છે, ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં જેક્લીનને કોઈ લેવા-દેવા નથી.
તેણે લખ્યું છે ‘હું તમામને વિનંતી કરું છું કે, તેને આ કેસમાં ખોટી રીતે ઘસેડવાનું બંધ કરો. કારણ કે, તેના માટે આ સામાન્ય વાત નથી, તેણે કોઈ પણ આશા વગર ઘણો પ્રેમ આપ્યો છે. મેં પહેલા પણ કહ્યું હતું તે રીતે આ મામલે તે કોઈ પણ રીતે સામેલ નહોતી.SSS