જેક્લીન સિરિયલ કિલરમાં મોટા રોલમાં
મુંબઇ, ખુબસુરત જેક્લીને ખુલાસો કરતા કહ્યુ છે કે તે હાલમાં બિલકુલ એકલી છે. કોઇના પણ પ્રેમમાં નથી. તેનુ કહેવુ છે કે તે સિંગલ હોવાની હાલમાં મજા માણી રહી છે. તેની ડ્રાઇવ ફિલ્મ હાલમાં જ નેટફ્લીક્સ પર રજૂ કરવામાં આવી ચુકી છે. નવેમ્બર મહિનામાં ફિલ્મને રજૂ કરાયા બાદ કોઇ સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. તે હવે સિરિયલ કિલર તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે.
જેક્લીન પ્રેમ પ્રકરણ મામલે જેક્લીને ખુલાસો કરતાની સાથે જ આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે.
જેકલીન હાલમાં ટોપ સ્ટાર અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. તેની તમામ ફિલ્મો સારી કમાણી કરી રહી છે. ડેવિડ ધવનની જુડવા-૨ ફિલ્મ પણ તેની સુપર હિટ સાબિત થઇ હતી. જેમાં વરૂણ ધવનની સાથે તેની ભૂમિકા હતી.
જેકલીને કહ્યુ છે કે એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડના ગોસિપ્સ વર્લ્ડ સાથે ખુબ જુના સંબંધ રહ્યા છે. જેક્લીને કહ્યુ છે કે તે સિંગલ છે. તેનુ કહેવુ છે કે ક્યારે પણ કોઇનુ નામ કોઇની સાથે જાડી દેવામાં આવે છે. જ્યારે કેટલીક વખત તો સંબંધ ન હોવા છતાં બ્રેક અપની સ્થિતિ દર્શાવી દેવામાં આવે છે. જેક્લીનને બોલિવુડની હાલની સૌથી ગ્લેમર સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તેની ભૂમિકા પણ મોટા ભાગે ગ્લેમર તરીકેની હોય છે.
હાલમાં તેની પાસે કઇ કઇ ફિલ્મો છે તે અંગે માહિતી મળી શકી નથી પરંતુ તે એક ફિલ્મ ક્રાઇમ પર આધારિત કરી રહી છે. જેક્લીનને બોલિવુડની સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે ગણવામાં આવે છે. કિકની નવી સિરિઝમાં જેક્લીનને લેવાની વાત ચાલી રહી છે.
દક્ષિણ ભારતની ફિલ્મો પર તે ધ્યાન આપી રહી છે જા કે તેની પાસે હાલમાં આવી ફિલ્મ મળી નથી. જેક્લીન હાલમાં સલમાન ખાન સાથે લાઇવ શો કરીને પણ પરત ફરી છે. તેના સલમાન ખાન સાથે ખુબ સારા સંબંધ રહેલા છે. જેના કારણે તેને સલમાન સાથે વધુ ફિલ્મ મળે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે.