જેક માને શી જિનપિંગની ટીકા કરવી પડી ભારી, બે મહિનાથી ગાયબ છે અલીબાબાના માલિક
બીજિંગ, ચીનના અબજોપતિ ઉદ્યોગપતિ જેક છેલ્લા બે મહિનાથી જાહેરમાં દેખાયા નથી અને તેઓ બે મહિનાથી ગાયબ હોવાની વાત બહાર આવી છે. આ મુદ્દા પર ચીનમાં જાતજાતના તર્કવિતર્ક થઈ રહ્યા છે.
ચીનના અરબપતિ ઉદ્યોગપતિ અને ઇ-કોમર્સ જાયન્ટ અલીબાબા અને આંટ ગ્રુપના માલિક જેક મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિશાને આવ્યાં બાદ તેઓ કોઇ પણ જાહેર કાર્યક્રમમાં નજર આવ્યાં નથી. જ્યારે તેમની કંપની પર સતત કાર્યવાહી ચાલી રહીં છે. જેક મા આ રીતે ગાયબ થયા બાદ અનેક શંકા કુશંકા સેવાઇ રહીં છે.
જેક મા ચીનમાં મોટાભાગે જાહેર કાર્યક્રમમાં વક્તા તરીકે જોવા મળ્યાં છે અને પોતાના મોટિવેશનલ ભાષણોના કારણે પણ યુવાનોમાં ખુબ લોકપ્રિય છે. તેમણે ગત વર્ષે ઓક્ટોબરમાં શાંઘાઇમાં એક કાર્યક્ર દરમિયાન ચીનના વ્યાજખોર નાણાકીય નિયમનકારો અને સરકારી બેંકોની ઝાટકણી કાઢી હતી. જેક માએ સરકારને અપીલ કરી હતી કે સિસ્ટમમાં સુધાર લાવાની અપીલ કરી હતી. તેમણે વૈશ્વિક બેંકિંગ નિયમોને વૃદ્ધો લોકોની ક્લબ ગણાવી હતી.
જેક માના ભાષણ બાદ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ભડકી ઉઠી. જેક મા ની ટીકાને કોમ્યુનિસ્ટ પાર્ટી પર હુમલો તરીકે જોવામાં આવ્યો અને ત્યાર બાદથી તેમના માઠા દિવસો શરૂ થઇ ગયા. તેમનના ધંધાની સામે જાત-જાતની તપાસ શરૂ થવા લાગી. રાષ્ટ્રપતી શી જિનપિંગના ઇશારે ચીની અધિકારીઓએ જેક માને ઝાટકો આપતા ગત વર્ષે નવેમ્બરમાં તેમના એન્ટ ગ્રુપના 37 અરબ ડોલરનો આઇપો લિસ્ટિંગ થતો અટકાવી દીધો.
એક મીડિયા રિપોર્ટમાં તેની ખાતરી કરતો લેખ છપાયો જેમાં સ્પષ્ટ જણાવમાં આવ્યું કે જેક માના એન્ટ ગ્રુપનો આઇપીઓ રદ્દ કરવાનો સીધો આદેશ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગએ આપ્યો હતો. ક્રિસમસના એક દિવસ પહેલા તેમને આદેશ આપવામાં આવ્યો કે તેમની કંપની સામે તપાસ ચાલે છે ત્યાં સુધી તેઓ દેશ છોડી બહાર ન જાય.