જેગુઆર લેન્ડ રોવરે પૂણે ખાતે 3S રિટેલર ફેસિલીટીનું ઉદઘાટન કર્યું
- અદ્યતન 3S(સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સ) રિટેલર ફેસિલીટી જે 4460 m2 થી વધુના વિસ્તારમાં ફેલાયેલી છે તે જેગુઆર અને લેન્ડ રોવર વ્હિકલ્સની વિશાળ શ્રેણી દર્શાવી શકે છે
- ડીલરશિપ પૂણે-બેંગાલુરુ હાઇવે પર વ્યૂહત્મક સ્થળ ધરાવે છે
- જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા વિતરણ નેટવર્ક ભારતભરમાં 25 મોટા શહેરોમાં 27 આઉટલેટ્સમાં ફેલાયેલુ છે
23 ઓગસ્ટ 2019, પૂણે: જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ આજે એસ પર્કિન્સ સાથે મળીને પૂણે ખાતે નવી 3S રિટેલર ફેસિલીટીનો પ્રારંભ કર્યો હોવાની ઘોષણા કરી છે. પૂણે જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાની સ્થાનિક ઉત્પાદન સવલતનું ઘર છે અને રિટેલર ફેસિલીટી પૂણે-બેંગાલુરુ હાઇવે પર સયાજી હોટેલની પાછળ વ્યૂહાત્મક રીતે સ્થિત છે, જેના કારણે તે વિસ્તારના ગ્રાહકો સરળતાથી પહોંચી શકે તેવું છે. નવી ફેસિલીટીનું જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા (જેએલઆરઆઇએલ), એસ પર્કિસ્સના મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ મોદી અને ડિરેક્ટર વિવેક મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ ડીલરશિપ ફેસિલીટી 4460 m2થી વધુના વિસ્તારમાં ફેલાયેલી છે અને ઉચ્ચ કક્ષાની સેલ્સ અને આફ્ટર સેલ્સ સેવાઓ પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ફેસિલીટ જેગુઆર અને લેન્ડ રોવરના વ્હિકલ્સની વિશાળ શ્રેણીનું ડીસ્પ્લે કરી શકે છે અને ડિજીટલ પર્સોનાલાઇઝેશન સ્ટુડીયો અને સમર્પિત એપ્રુવ્ડ સેકશન પણ ધરાવે છે. આ ફેસિલીટી સંકલિત સર્વિસ વર્કશોપ ધરાવે છે અને અદ્યતન ઇક્વીપમેન્ટ સહિત ઉચ્ચ તાલીમ પામેલ સ્ટાફ પણ ધરાવે છે, જેમાં ટેકનિશીયન્સ અને સર્વિસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા લિમીટેડ (જેએલઆરઆઇએલ)ના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સૂરીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે: “અમે છેલ્લા સાત વર્ષથી એસ પર્કિસન્સ સાથે સંકળાયેલા છીએ અને પૂણેમાં નવી 3S ફેસીલિટી સાથે ભાગીદારીને વધુ મજબૂત બનાવતા આનંદ અનુભવીએ છીએ. સુસંકલિત, અત્યાધુનિક ફેસિલીટી અમારા પ્રતિષ્ઠિત ગ્રાહકોને સેલ્સ, સર્વિસ અને સ્પેરપાર્ટસ માટે સુગમ અને સરળતાથી પહોંચી શકાય તેવા સ્થળેથી પ્રાપ્ત કરવાનું વન સ્ટોપ સોલ્યુશન છે.” ગ્રાહકો તેમની જેગુઆર કારનુ બુકીંગ ઓનલાઇન બુકીંગ પ્લેટફોર્મ www.findmeacar.in અને લેન્ડ રોવર માટે www.findmeasuv.in પરથી પણ કરી શકે છે.
JAGUAR LAND ROVER INAUGURATES 3S RETAILER FACILITY IN PUNE