જેઠાલાલને એક એપિસોડના ૧.૫ લાખ રૂપિયા મળે છે
મુંબઈ: ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી લોકપ્રિય સીરિયલ છે. સીરિયલની સાથે સાથે તેના બધા પાત્રો પણ લોકોમાં ખાસ ઓળખ ધરાવે છે. આ શોથી પ્રખ્યાત બનેલા જેઠાલાલ ઉર્ફે દિલીપ જાેશીની પણ આજે જાેરદાર ફેન ફોલોઇંગ છે. જેઠાલાલ અથવા દિલીપ જાેશી એ દરેક એપિસોડની જાન છે, પરંતુ શું તમે જાણો છો કે તેમને એક એપિસોડ માટે કેટલો પગાર મળે છે?
અહેવાલ મુજબ દિલીપ જાેશી આ શોના સૌથી વધારે પૈસા મેળવનારા અભિનેતા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડ દીઠ તેમને ૧.૫ લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે. છેલ્લા ૧૨ વર્ષથી આ રોલ નિભાવી રહ્યા છે દિલીપ જાેશી. જે પહેલા ઘણી ફિલ્મમાં નજરે આવી ચૂક્યા છે. જેમાંથી તમને સલમાન ખાનની ‘હમ આપ કે હૈ કૌન’ તો યાદ જ હશે. તેમના પછી તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા જેમને એક એપિસોડની એક લાખ રૂપિયા સેલરી ચૂકવવામાં આવે છે.
શોમાં તારક મહેતા હંમેશા જેઠાલાલની મદદ માટે હાજર રહે છે. જેમને જેઠાલાલ ફાયર બ્રિગેડ પણ કહે છે. આ લિસ્ટમાં શૈલેષની પાછળ મંદીર ચાંદવાડકર એટલે કે આત્મારામ તુકારામ છે, જેને ૮૦ હજાર રૂપિયા પ્રતિ એપિસોડ આપવામાં આવે છે.
બબીતા જી એટલે મુનમુન દત્તાને દરેક એપિસોડ માટે ૫૦ હજાર રૂપિયા મળે છે. જ્યારે દયાબેન એટલે કે દિશા વાકાણી આ શોમાં હતા ત્યારે દિલીપ જાેશી પછી દિશાને આ શોની સૌથી વધુ સેલરી મળતી હતી. આ શૉના દરેક કેરેક્ટરની સ્ટોરી લોકોના મોઢે ચડી ગઇ છે. જાે તમે પણ આ શૉના ફેન છો તો તમે જેઠાલાલ અને બબીતાના કનેક્શન વિશે જરૂર જાણતા હશો. જ્યારે ‘તારક મહેતાની ટીમ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોમાં પહોંચ્યા હતા. ત્યારે નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે તેમને દિલીપ જાેશીથી ઘણી અપેક્ષાઓ છે. અસિતે દિલીપને તેમના શૉ માટે ‘ઓપનિંગ બેટ્સમેન’, ‘ઓપનિંગ બોલર’ અને ‘કેપ્ટન’ ગણાવ્યા હતા.