જેઠાલાલ સાથે અણબનાવ હોવાની વાત માત્ર અફવા : ટપુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/tapu.jpg)
ઉલ્ટા ચશ્મામાં ટપ્પુનો રોલ પ્લે કરી રહેલો રાજ અનડકટ હાલમાં જ ખરાબ કારણથી હેડલાઈન્સમાં ચમક્યો હતો
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુનો રોલ પ્લે કરી રહેલો રાજ અનડકટ હાલમાં જ ખરાબ કારણથી હેડલાઈન્સમાં ચમક્યો હતો. એક મીડિયા રિપોર્ટમાં તેવો દાવો કરવામાં આવ્યો હતો કે, એક્ટરને તેના ઓન-સ્ક્રીન પિતા અને કો-સ્ટાર દિલીપ જાેષી સાથે બોલાચાલી થઈ ગઈ હતી. આ ન્યૂઝ બંનેના ફેન્સ માટે સરપ્રાઈઝ સમાન હતા. જાે કે, દિલીપ જાેષીએ આ વાતને અફવા ગણાવી હતી અને આવી ખોટી વાતો કોણ ઘડે છે તે જાણવાની ઉત્સુકતા દર્શાવી હતી.
હવે રાજ અનડકટે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને ન્યૂઝને ખોટા ગણાવ્યા છે. એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ સ્પોટબોય સાથે વાતચીત કરતાં યુવાન એક્ટરે કહ્યું ઉલ્લેખ કર્યો કે, તે અફવાઓ પર ધ્યાન આપતો નથી. ‘હું પાયાવિહોણી વાતો પર ધ્યાન આપતો નથી. તેના કરતાં હું મારા કામ પર ધ્યાન આપું છું. કે જેથી મારા દર્શકોને મારું કામ જાેઈને મજા આવે.
લોકો હંમેશા પાયાવિહોણી વાતો કરે છે પરંતુ હું સતત સ્મિત કરતો રહું છું’, તેમ એક્ટરે કહ્યું. ઉલ્લેથનીય છે કે, થોડા દિવસ પહેલા એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જેઠાલાલ અને તેના દીકરા ટપ્પુનો રોલ કરતાં કલાકારો અનુક્રમે દિલીપ જાેષી અને રાજ અનડકટ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. રાજ અનડકટના સેટ પર મોડા આવવાની આદતથી દિલીપ જાેષી પરેશાન છે. થોડા સમય પહેલા જ રાજે દિલીપ જાેષીને એક કલાક સુધી રાહ જાેવડાવી હતી.
જેના કારણે સીનિયર એક્ટરે રાજને ખખડાવી નાખ્યો હતો. રિપોર્ટ મુજબ, દિલીપ જાેષીએ ઠપકો આપ્યા પછી રાજ સેટ પર મોડો નથી આવતો. જણાવી દઈએ કે, ૨૦૧૭માં ભવ્ય ગાંધીએ આ શો છોડ્યા બાદ રાજ અનડકટને ટપ્પુના રોલમાં લેવામાં આવ્યો હતો. શરૂઆતથી ટપ્પુનો રોલ કરતાં ભવ્ય ગાંધીએ કરિયરમાં આગળ વધવા માટે શો છોડ્યો હતો. જ્યારે દિલીપ જાેષી ૨૦૦૮માં આ સીરિયલ શરૂ થઈ ત્યારથી તેની સાથે જાેડાયેલા છે.