Western Times News

Gujarati News

જેઠીમધ વાયુ, પિત્ત અને રક્તના પ્રકોપને શાંત કરે છે

યષ્ટિમધુ, જેને જેઠીમધ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સ્વભાવમાં ઠંડું, પચવામાં થોડુ ભારે અને મધુર સ્વાદયુક્ત હોય છે. તેનું પાચન થયા પછી પણ તે મધુર જ રહે છે. તે વાયુ, પિત્ત અને રક્તના પ્રકોપને શાંત કરનાર છે. તે નેત્રો માટે ફાયદાકારક, બળ આપનાર અને વર્ણને સુંદર કરે છે. આ ઉપરાંત, તે વીર્યને વધારનાર, અવાજને સુધારનાર છે.

તે ઉલટી, તરસ અને સોજામાં પણ સારી અસર આપે છે. શ્વસનતંત્રના રોગોમાં તે સારુ પરિણામ આપે છે. તે વાળને પણ મજબૂત કરે છે. ગર્ભાવસ્થામાં જેઠીમધનો વૈદ્યકીય સલાહથી ઉપયોગ કરવો.

માર્ગદર્શન હેઠળ ઉપયોગ
(૧) ખાંસી આવતી હોય અને ગળામાં સોજાે આવ્યો હોય ત્યારે કરવામાં આવે છે. જેઠીમધનો ટુકડો મોઢામાં ચૂસવા માટે આપવામાં આવે છે. ઘણીવાર તેના ઉકાળાનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
(૨) પેટમાં બળતરા થતી હોય અથવા ચાંદા હોય ત્યારે જેઠીમધનું ચૂર્ણ, દૂધ અને પાણી ભેગું કરવું. પાણી બળી જાય પછી દૂધને ઉપયોગમાં લેવું.

(૩) જેઠીમધના પાવડરને ચંદન સાથે મેળવી ચહેરા પર લગાવવાથી ખીલ, બ્લેકહેડ્‌સ અને વ્હાઇટહેડ્‌સમાં ફાયદો થાય છે અને ચહેરાનો રંગ સુધરે છે.
(૪) પિત્ત દ્વારા થતા રોગોમાં તેનો ગાયના દૂધની સાથે ઉપયોગ કરી શકાય.

(૫) કોઇ ઘા પડ્યો હોય ત્યારે ઘી સાથે તેનો પ્રયોગ કરવાથી તેમાં ફાયદો જાેવા મળી શકે છે.
(૬) રોજ જેઠીમધનો પાવડર અડધા કપ ગરમ દૂધ સાથે લેવાથી તે યાદશક્તિ વધારે છે. મગજને જ્ઞાનતંતુના પોષણમાં સહાયક બને છે.

(૭) જેઠીમધના તેલનો ઉપયોગ વાળ ખરવાં, ટાલ પડવી કે વાળને મજબૂત કરવા માટે વાપરી શકાય છે.
(૮) વધુ પડતી હેડકી આવતા હોય ત્યારે મધની સાથે આશરે ૧૦ ગ્રામ જેઠીમધના પાવડરને મિશ્ર કરી ઉપયોગમાં લઇ શકાય.

(૯) ખૂબ તરસ લાગતી હોય ત્યારે જેઠીમધનો ઉકાળો પીવાથી તેમાં આરામ મળે છે અને સંતોષ અનુભવાય છે.
(૧૦) મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે જેઠીમધના પાવડરની પેસ્ટ બનાવીને લગાવવાથી આરામ રહે છે. તેના ઉકાળાથી ધીમે ધીમે કોગળા પણ કરી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.