જેતપુરના અમરનગર ગામે ખૂની ખેલ ખેલાયો

પ્રતિકાત્મક
જેતપુરમાં કોયતાના ઘા ઝીંકી એક યુવકની ર્નિમમ હત્યા -જુની અદાવતમાં ધોળે દિવસે દિલીપ ઉર્ફે દિલાની હત્યા
જેતુપર, સૌરાષ્ટ્રના જેતપુરમાં પ્રેમનો દિવસ વેલેન્ટાઇન્સ ડે લોહિયાળ બન્યો છે. આજે સમગ્ર દુનિયા પ્રેમનો દિવસ ઊજવી રહી છે ત્યારે જેતપુરના અમરનગરમાં લોહિયાળ જંગ ખેલાયો છે. અહીંયા એક યુવકની ર્નિમમ હત્યા કરી નાખવામાં આવી છે, જેના પગલે ચકચાર મચી ગઈ છે. પોલીસે હત્યારાઓને શોધવા માટે કવાયત હાથ ઘરી છે.
બનાવની વિગત એવી છે કે જૂની અદાવતમાં દિલીપ ઉર્ફે દિલો ધીરુ વાઘેલાની કોયતાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. ભૂતકાળમાં દિલીપ ઉર્ફે દિલા અને રમેશ ઉર્ફે મરકુના પરિવાર સાથે માથાકૂટ અને મન દુઃખ થયું હતું.
દરમિયાન દિલો આજે પોતાના ઘરની પાસે ચોકડીમાં નહાવા બેઠો હતો ત્યારે રમકુ કોયતો લઈને ધસી આવ્યો હતો અને દિલાની કોયતાનાં ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. લોહિના ખોબિચીયામાં તરફડતા દિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.
ઘટના બાદ જેતપુર તાલુકા પોલીસ અમગરનગરમાં દોડી આવી હતી અને બનાવ વાળી જગ્યાએ તપાસ કરી પંચમનામું કરી અને કાર્યવાહી શરૂ કરી હતી. હત્યારો રમકું પોલીસના હાથવેંતમાં હોવાનું મનાઈ રહ્યું છે.
જાેકે, વેલેન્ટાઇન્સ ડેના દિવેસ નાનકડા એવા અમરનગ ગામમાં માતમ છવાઈ ગયો હતો. ભૂતકાળની અદાવતમાં એવો ખૂની ખેલ ખેલાયો કે નાનકડા ગામમાં ચકચાર મચી ગઈ હતી. જાેકે, મામલો સ્પષ્ટ હોવાથી પોલીસ ગમે તે ઘડીએ હત્યારાને ઝડપી પાડે તેવી વકી છે.