જેતપુરના સામાન્ય બોલાચાલીમાં વૃદ્ધ મહિલાએ ગુમાવ્યો જીવ

Files Photo
જેતપુર, જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં દિવાળીના દિવસે એક ઘટના બની અને તેને લઈ ને એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું, બનેલ ઘટના મુજબ દિવાળીના દિવસે કાણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ વણકર વાસ વિસ્તારમાં રાત્રે જયારે અહીં ચાર યુવકો ફટાકડા ફોડી રહ્યાં હતા, ત્યારે આજ વિસ્તારમાં અને પાડોશમાં રહેતી એક મુસ્લિમ વૃદ્ધ મહિલાએ આ યુવકોને અહીં ફટાકડા નહિ ફોડવા બાબતે કહ્યું હતું.
જેને લઈને ફટાકડા ફોડી રહેલા યુવકોએ વૃદ્ધા ઉપર પથ્થર મારો કર્યો હતો આ પથ્થર મારામાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેનું લાંબી સારવાર સારવાર અને અંતે મોત થયું હતું.
વાત છે જેતપુરના કણકિયા પ્લોટમાં આવેલ વણકર વાસ વિસ્તારની દિવાળી ની રાત્રે અહીં આજ વિસ્તારમાં રહેતા પ્રશાત વીજય વાધેલા, ઈશ્વર વીજય વાધેલા, શાહીલ પ્રકાશ ટીમણીયા, અને એક કિશોર અહીં ફટાકડા ફોડતા હતા જેમાં મોટા અવાજના બૉમ્બ સહિતના ફટાકડા પણ હતા અને તેની માત્ર વધુ હતી,
મોડી રાત્ર સુધી તેવો આવા ફટાકડા ફોડતા હતા ત્યારે અહીજ રહેતા ૭૦ વર્ષ ના હમીદાબેન સલીમભાઇ ચાવડાએ આ યુવકોને ફટાકડા અહીંથી થોડે દૂર ફોડવા માટે કહ્યું હતું અને મોડી રાત્ર થઇ ગઈ છે તો સુવાદો એવું કહીને ફટાકડા નહિ ફોડવા માટે વિનંતી કરેલ પરંતુ યુવકો જુવાની ના જાેશમાં ભાન ભૂલીને ફટાકડાતો અહીં ફૂટશે જ કહ્યું હતું અને મામલો બિચક્યો હતો જેમાંથી બોલાચાલી થતા, ઉપરોક્ત ૪ યુવકો એ હમીદાબેન ઉપર પથ્થર મારો શરુ કરેલ હતો જેમાંથી ૧- ૨ પથ્થરના મોટા મરણતોલ ઘા હમીદાબેન ના માથામાં વાગ્યા હતા અને તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેની લાંબી સારવાર બાદ મોત થયું હતું.
સમગ્ર ઘટના હત્યામાં પલટાયો હતો, રમત રમતમાં થયેલ માથાકૂટ માં હાલ તો એક પરિવારના મોભીનો જીવ ગયો છે જયારે ૪ યુવકોને જેલ માં જવાનો વારો આવ્યો છે.